અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ (Guajrat Corona Cases) ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. એક સમયે કોરોનાનું ડેથ સ્પોટ અને હોટ સ્પોટ (Hot Spot) રહેલા અમદાવાદથી સારા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ શહેર ત્રણ મહિના બાદ પ્રથમ વખત માઈક્રોકન્ટેઈન્મેન્ટ (Micro Containment) મુક્ત બનતાં શહેરીજનોમાં રાહત જોવા મળી છે. અમદાવાદમાં ફેબ્રુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections) યોજાઈ હતી અને તે બાદ સતત માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થયો હતો. ત્રણ મહિના બાદ શહેરમાં એક પણ માઈક્રોકન્ટેઈનમેન્ટ સ્થળ રહ્યું નથી.
અમદાવાદની શું છે સ્થિતિ
અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ૧૦૩ દિવસ બાદ કોરોનાના નવા કેસ ઘટીને બુધવારે ૯૩ ઉપર આવ્યા છે.બુધવારે વધુ ત્રણ લોકોના મોત થયા છે.શહેરમાં સંક્રમણ ઘટવાની સ્થિતિને હળવાશથી લેવાના બદલે કોવિડ ગાઈડડલાઈન મુજબનું પાલન કરવા તબીબો દ્વારા અપીલ કરાઈ રહી છે.
અમદાવાદમાં બુધવારે કોરોનાના નવા ૯૩ કેસ નોંધાતા ગત વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં કુલ ૨,૨૯,૮૬૯ કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે વધુ ત્રણ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ ૩૨૮૨ લોકોના મોત થયા છે.બુધવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨૬૮ લોકો સાજા થઈ ઘરે પરત ફરતા અત્યાર સુધીમાં કુલ ૨,૨૪,૪૨૧ લોકોના મરણ થયા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ઘટીને ૨૩૪૪ ઉપર પહોંચી છે.અત્રે નોંધનીય છે કે,અમદાવાદ શહેરમાં આ વર્ષે ૨૬ ફેબુ્રઆરીના રોજ કોરોનાના ૯૯ કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 644 નવા કેસ નોંધાયા હતા જ્યારે 10ના મૃત્યુ થયા હતા. 9 માર્ચ એટલે કે 3 મહિનામાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક 650થી નીચે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત, વડોદરાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાના 100થી ઓછા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં બરાબર 100 દિવસે કોરોનાના દૈનિક કેસનો આંક 100થી નીચે આવ્યો છે. 17 જિલ્લામાં કોરોનાના 10થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 13,683 એક્ટિવ કેસ છે જ્યારે 346 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 72,375 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે 2.23 કરોડ છે. રાજ્યમાં હાલ 91,879 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.