અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં AMTSની બસ ફસાઈ ગઈ છે. મેટ્રો પિલર નંબર 129 પાસે બસ રોડમાં ખુંપી ગઈ. અગાઉ 40 ફૂટ ઊંડો ભુવો પડેલા સ્થળે ફરી AMTSની બસ ફસાઈ.  ભુવાનું સમારકામ પૂર્ણ કરાયું હતું, જ્યાં ભારે બસ પસાર થતા બસના ટાયર રોડની અંદર ખુંપી ગયા. વેંટ મિક્સ પ્લાન્ટ વડે ભુવાનું સમારકામ કર્યા બાદ બેરીકેટ હટાવતા બસ ડ્રાઇવરએ બસ ચલાવી હતી. ઇજનેરોના મતે રોડનું કામ બાકી હાલતમાં હોવા છતાં ભારે વાહનના કારણે રોડની અંદર બસના ટાયર ખુંપી ગયા. આ સિવાય એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. 




આઇસર પણ રોડ પર ફસાઇ. 


Ahmedabad : ખોખરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો, લાખો લીટર પાણીનો વેડફાટ


અમદાવાદઃ ખોખરા પોલિસ સ્ટેશન માર્ગ પર પીવાના શુધ્ધ પાણીનો 20 ફુટ ઉંચો ફુવારો ઉડ્યો હતો. જેને કારણે લાકો લીટર પાણીનો વેડફાટ થયો છે. મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માર્ગ પર બાલકૃષ્ણ સોસાયટીના ગેટની સામે બે માળથી પણ ઉંચો ફુવારો ઉડયો. એક સપ્તાહ પહેલા જ આ જ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતાની સાથે રોડ બેસી જતા તેના સમારકામ માટે લાખોનો ખર્ચ તંત્રએ કયોઁ હતો.


સવારના છ કલાકે પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઈનમાં ધોધની જેમ બે માળથી પણ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમાં વેડફાયુ. સ્થાનિકોએ તંત્ર તેમજ સ્થાનિક નગરસેવક કમલેશ પટેલને આ અંગેની જાણ કરતા તંત્ર પાણીનો ઉંચો ફુવારો બંધ કરવા કામે લાગ્યું. આ પાણી લીકેજને લઈને સ્થાનિક વિસ્તારોમા પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી. એક સપ્તાહ અગાઉ ગટરના ચેમ્બર સાથે પાણીની લાઈનમાં ભુવો પડ્યો હતો. સ્થાનિકો દ્વારા ઈજનેર વિભાગને જાણ કરવામાં આવી.


Vegetable price : શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ફરી ભાવો પહોંચ્યા આસમાને
અમદાવાદઃ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરમાં રોજ અંદાજે 20,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હોય છે, પણ ભારે વરસાદના કારણે આવકમાં 15 થી 20% નો ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવ વધી રહ્યા છે. ખેતરોમાં હજી પાણી ભરેલા હોવાથી ખેડૂતો ખેતર સુધી પહોંચી શકતા નથી અને મોટાભાગે શાકભાજીના ભાવ સો રૂપિયા પહોંચી ગયા છે. બહારગામથી આવતા લીલા શાકભાજી ખરાબ થઈ જવાના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમામ શાકભાજીના ભાવ અત્યારે માર્કેટમાં બમણા મળી રહ્યા છે.


શાકભાજી.          ભાવ
ફ્લાવર.                100રૂ
ગવાર.                   120રૂ
ચોળી.                   110 રૂ
પાપડી.                   140 રૂ
લીંબુ.                     120 રૂ
કારેલા.                    80રૂ