Ahmedabad News: ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને 28 માર્ચે ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા અતીક અહેમદ પર કાયદાનો સકંજો ભીંસાઈ રહ્યો છે. હવે તેને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ આતિકને લઈને યુપી જવા રવાના થઈ ગઈ છે. અતીક અહેમદને લાવવા માટે જે પોલીસ ટીમ ગુજરાત મોકલવામાં આવી છે તેમાં એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને 2 ઇન્સ્પેક્ટર સહિત 30 કોન્સ્ટેબલ છે.
કહેવામાં આવ્યું છે કે અતીકને લાવવાની આખી પેટર્ન પહેલા જેવી જ હશે. ગત વખતે જે રસ્તેથી તેને લાવવામાં આવ્યો હતો તે જ માર્ગેથી આ વખતે પણ તેને લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અતીકને લાવવા માટે જે જેલ વાન મોકલવામાં આવી હતી તેમાં બાયોમેટ્રિક લોક છે. એટલે કે તેને મેન્યુઅલી ખોલી શકાતું નથી. અતીકને લાવવા માટે, પોલીસકર્મીઓએ તેમના શરીર પર કેમેરા લગાવ્યા જેથી કરીને અતીકને સાબરમતીથી પ્રયાગરાજ લઈ જવાની સમગ્ર ઘટના રેકોર્ડ કરી શકાય. પ્રયાગરાજ પોલીસ બંને ભાઈઓને તેમની કસ્ટડીમાં લીધા બાદ સામ-સામે મુકાબલો પણ ગોઠવી શકે છે.
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા.
શું હતો કેસ ?
બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતિક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
5 વર્ષ પહેલા દેવરીયાથી સાબરમતી જેલ મોકલાયો હતો
22 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને દેવરિયા જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. લખનૌના રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં અતીક સમક્ષ લાવવા અને ત્યાં મારપીટ કરવામાં આવી હોવાના આરોપોને પગલે કોર્ટે આ આદેશ આપ્યો હતો. ત્યારબાદ જૂન 2019માં માફિયાને સાબરમતી જેલમાં ખસેડાયો હતો. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાસંદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના થયેલા છે.
રંગીલા રાજકોટમાં કોલેજના પ્રોફેસરની પત્નિને એક યુવક સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું. યુવકે પ્રોફેસરની પત્નિ સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું હતું. અરૂણ જોષી નામના શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. યુવકે મહિલા સાથે મિત્રતા કરીને તેના નગ્ન ફોટા અને રેકોર્ડિંગ કરી લીધા હતા. બાદમાં આ ફોટો અને રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર છે. પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે. 2003માં તેણે લવમેરેજ કર્યા હતા. દસેક વર્ષ પહેલા જયાં રહેતી હતી તે કવાર્ટરમાં પાડોશી મારફત તેનો આરોપી અરૂણ સાથે પરીચય થયો હતો. એક દિવસ અરૂણે પાડોશી મહિલાના મોબાઈલમાંથી તેને કોલ કરી વાતચીત કરી હતી. આ રીતે બાદમાં ત્રણથી ચાર વખત વાતચીત કરી હતી. જે બાદ પાડોશી મહિલાએ તેનો નંબર અરૂણને આપ્યો હતો. જેથી બંને અવાર-નવાર વાતચીત કરતા હતા.