અમદાવાદમાં એમેઝોનના કવરમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 3 યુવકોની ધરપકડ કરાઈ છે. ATSની ટીમે વાસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાં દરોડો પાડી 19 ગ્રામ MD ડ્રગ્સ, 60 ગ્રામ ચરસ અને 321 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને પણ દબોચી લેવાયા છે. જ્યારે સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ આકાશની અમરેલીના રાજૂલાથી ધરપકડ કરાઇ છે.
અમદાવાદમાં રહેતા કરણ અને સોહિલ નામના આરોપીઓ આકાશના કહેવાથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, એટલુ જ નહિ, એટીએસ અને SOGની તપાસમાં ત્રણેય શખ્સો ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી કૂરિયર અથવા ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સની હેરાફેરી કરતા. આરોપીએ વડોદરા, મહેસાણા અને સૌરાષ્ટ્ર અને સુરત સુધી ડ્રગ્સનો જથ્થો મોકલતા હતા. જ્યારે આંગઢિયા મારફતે પેમેન્ટ સ્વીકારતા. રાજુલાથી આકાશની ધરપકડ થતાં જ વધુ તપાસ માટે FSLની ટીમ સાથે અમરેલીના SP રાજુલા પહોંચ્યા છે. રાજુલાના બસ સ્ટેશન વિસ્તાર નજીક એક ટ્રાવેલ્સની ઓફિસમાંથી શંકાસ્પદ પાર્સલ મળ્યું છે.
રાજકોટમાં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે આધેડની હત્યા
રંગીલા રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો.