આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં બે મહિના પહેલા ફાયરીંગની ઘટના બના હતી. પોલીસ તપાસ કરવા સહ આરોપીને લઈ તપાસ કરવા ગઈ હતી. તેના ડ્રોઅરમાંથી 5 લાખ મળ્યા હતા. જોકે પોલીસે તે નાણા રીકવરીમાં નહોતા બતાવ્યા. આ નાણાં આરોપીના પરિવારને પરત આપ્યા છે. ઝોન-૫ને તપાસ આપવામાં આવી છે. આ તપાસમાં કોઈ આક્ષેપ સામે નથી આવ્યો. પોલીસ પાસે હજી આવો કોઈ પણ પ્રકારનો વિડિયો નથી આવ્યો. પોલીસ પાસે હજી કોઈ આ પ્રકારની ફરીયાદ કે આક્ષેપ પણ નથી આવ્યો.
નોંધનીય છે કે, બાપુનગરના પૂર્વ પીઆઈ એ એન તાવિયાડ સહિત 5 સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્રેક્ચર ગેંગના આરોપી પાસેથી 5 લાખ પડાવ્યા હતા.