અમદાવાદઃ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ શાખા પ્લેટિનમ જ્યુબિલી વર્ષમાં તેના સભ્યો માટે  વિવિધ જ્ઞાન આધારિત કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં તેમના વ્યવસાયને લગતા વિષયો જેમ કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી, ઈન્ટરનલ ઓડિટ, મહિલા સીએ કેન્દ્રિત કાર્યક્રમો, ઈન્કમ ટેક્સ, જીએસટી, નીતિમત્તા તથા ધોરણો વગેરેને આવરી લેવાશે.


આ કાર્યક્રમો વિશે માહિતી આપતાં આઈસીએઆઈના ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ શાખાના ચેરમેન સીએ ગણેશ નાદરે  જણાવ્યું હતું કે આ વર્ષે આઈસીએઆઈએ 70 વર્ષ પૂર્ણ કર્યાં છે, જેને ધ્યાનમાં રાખીને અમે જ્ઞાન પિરસતાં વૈવિધ્યપૂર્ણ ઈવન્ટ્સ/ કાર્યક્રમો/સંમેલનોનું આયોજન કર્યું છે, જેમાં દેશના શ્રેષ્ઠ વક્તાઓ હાજરી આપશે. કેટલાંક કાર્યક્રમો રાષ્ટ્રીય કાર્યક્રમો હોવા છતાં અમે તેમાં પ્રાદેશિક સ્તરે પણ સભ્યોની ભાગીદારી સુનિશ્ચિત કરીશું. આ ઉપરાંત ગુજરાતની 7 શાખાઓ સાથે એક જ્ઞાનની વહેંચણી અંગેનો કાર્યક્રમ યોજીશું. તેનો આરંભ 20 અને 21 ડિસેમ્બર, 2019થી ‘નેક્સજેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- સેઈલિંગ ઈન ધ ડિજિટલ એરા- # રિસ્ટાઈલ ~# રિવર્ક~# રિફાય~#રિબોર્ન,’ ની થીમ પર આધારિત ઈન્ફર્મેશન ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય સંમેલનથી થશે. 23 ડિસેમ્બર, 2019ના રોજ  ‘અ ડ્રાઈવર ફોર ઓર્ગેનાઈઝેશ્નલ સક્સેસ ’ થીમ પર ઈન્ટરનલ ઓડિટ પર સેમિનાર યોજાશે, 25 ડિસેમ્બર, 2019ના રોજ ‘ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન’ વિષય વસ્તુ પર આધારિત મહિલાઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે, 27 અને 28 ડિસેમ્બર, 2019ના રોજ ‘# ચેન્જ.... # નોલેજ.... # ઓપોર્ચ્યુનિટીઝ... ચેન્જ અશ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ આધારિત પેટા પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરાશે, જ્યારે અંતિમ દિવસે 30 ડિસેમ્બર, 2019ના રોજ ’360 ડિગ્રી જીએસટી નોલેજ શેર’ થીમ પર જીએસટી કોન્ક્લેવનું આયોજન કરાશે.

શાખા દ્વારા આયોજન કરાઈ રહેલા આ કાર્યક્રમો જ્ઞાનના વ્યાપક ક્ષેત્રોને આવરી લે છે જે વ્યાવસાયિક ક્ષેત્રે સક્રિય લોકો ઉપરાંત ઉદ્યોગો,  યુવાનો અને અનુભવી સભ્યો માટે ઉપયોગી બની રહેશે. અમારા મતે દેશના શ્રેષ્ઠ વક્તાઓના માધ્યમથી અમદાવાદના સીએ પણ હાલમાં બનતી તથા ભાવિ ઘટનાઓ સાથે તાલ મિલાવવા માટે સજ્જ  બને તે જરૂરી છે. આ માટે નિર્ધારિત કરાયેલા ચર્ચાના વિષયોમાં – ધ ડિલેમ ઓફ જ્યુરિસડિક્શન ઈન ડિજિટલ વર્લ્ડ, બિલ્ડિંગ કેસ- ઈન્વેસ્ટિગેશન ઓન ધ ઈન્ટરનેટ, ઈમ્પેક્ટ ઓફ હ્યુમન સેન્ટ્રિક એઆઈ ઈન અવર વર્લ્ડ ઓફ ઓડિટ, ન્યૂ ટૂલ્સ ઓફ બિઝનેસ એનાલિસિસ એન્ડ ડેટા ઈન્ટરપ્રીટેશન, ફોલો ધ મની- એ કેસ સ્ટડી ઓફ મની લોન્ડરિંગ એન્ડ ધ રોલ ઓફ ફોરેન્સિક ઓડિટર, હાઉ ટ્રેડ બેઝ્ડ મની લોન્ડરિંગ સ્કીમ્સ હાઈડ ઈન પ્લેઈન સાઈટ- રીઝન ટુ બી કોશિયસ, ડિજિટલ આઈડેન્ટિટી- ટ્રિઓ ઓફ ટ્રસ્ટ, કન્વિનિયન્સ એન્ડ પ્રોટેક્શન, સાયબર સિક્યુરિટી- લર્નિંગ ફ્રોમ રિઅલ લાઈફ કેસીસ વગેરે, ડાયવર્સિટી ઈન પ્રોફેશ્નલ લીડરશિપ ફોર વીમેન સીએ, સ્ટાર્ટઅપ, ઈન્ટરનલ ઓડિટ ફ્યુચર, ઈન્ટરનલ ઓડિટ ઈન આઈટી અરેના, પેનલ ડિસ્કનશન ઓ એક્સપેક્ટેશન ફ્રોમ ઈન્ટરનલ ઓડિટર્સ, લેન્ડમાર્ક જજમેન્ટ્સ ઈન જીએસટી, ઈન્કમટેક્સ ઓર્ડિનન્સ, ફેસલેસ ઈ એસેસમેન્ટ ઈન ઈન્કમ ટેક્સ, ચેન્જિંગ ડાયનેમિઝ્મ ઈન બેન્કિંગ ઈન્ડસ્ટ્રી, એથિકલ કમ્પ્લાયન્સિસ, જીએસટી ફોર રિઅલ એસ્ટેટ, જીએસટી ફોર ટ્રસ્ટ, કૂપ એન્ડ ક્લબ્સ, જીએસટી રૂલ 36(4) ઉપરાંત અન્ય વિષયોનો સમાવેશ કરાયો છે.

ઈન્ફર્મેશન ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય સંમેલન માટે મુખ્ય મહેમાન તરીકે જીએફએસયુના ડિરેક્ટર જનરલ ડો. જે. એમ. વ્યાસ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજ્યના એન્ટિ-કરપ્શન બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર, આઈપીએસ શ્રી કેશવ કુમાર ઉપસ્થિત રહેશે. જીએસટી કોન્ક્લેવ અદ્વિતિય છે જેનું આયોજન અમદાવાદ શાખા દ્વારા ગુજરાતની સાત શાખાઓઃ આણંદ, ભાવનગર, ભૂજ, ગાંધીધામ, જામનગર, રાજકોટ તથા સુરતના સહયોગથી સંયુક્ત રીતે કરાઈ રહ્યું છે જે ગુજરાતના સીએને એકબીજા સાથે સંવાદની તક પૂરી પાડશે.