અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ સેવાને સફળ ગણાવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિક્તા કંઇક જૂદી છે. આ અંગે AMCના વિરોધ પક્ષના નેતા દિનશ શર્માએ જણાવ્યું હતું કે, બીઆરટીએસ સફેદ હાથી સમાન છે, કેમ કે તે કોર્પોરેશનને ફાયદો કરાવવાને જગ્યાએ નુક્સાન વધુ કરાવે છે.
બીઆરટીએ બસોમાં આ વર્ષે 55 કરોડનું નુક્સાન થયું હતું, જ્યારે ગયા વર્ષે 43 કરોડનું નુક્સાન ગયું હતું. જે નુક્સાન ઘટવાને બદલે વધારો બતાવે છે. તેમજ બસોની સંખ્યાની વાત કરીએ તો ગયા વર્ષે 155 બસો હતી જ્યારે આ વર્ષે 250 બસો છે. તો રૂટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યાર મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.