સરકારી કર્મચારી હડતાળ પરથી પરત નહી ફરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
abpasmita.in | 20 Sep 2016 07:43 PM (IST)
અમદાવાદઃ AMC નાં નવા પશ્ચિમ ઝોનમાં ચાલી રહેલી સફાઇકર્મચારીઓની હડતાલને લઇને બીજેપી શાસકો કડક બન્યા છે. જો હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ કામ પર પરત નહી ફરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો સફાઇકર્મીઓ કામ પરત નહી ફરે તો તમામને છુટા કરી દેવામાં આવશે. અને સફાઇ માટે પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હડતાળનો આજ દિન સુધી અંત નથી આવ્યો. 22 ઓગસ્ટથી પશ્ચિમ ઝોનના સફાઇ કામદારો હડતાળ પર ઉતર્યા હતા.