અમદાવાદ: દુનિયાની સૌથી મોંઘી કાર બેન્ટલી કંપનીની Flying Spur હાલ દરેક કાર શોખીનનું સપનું છે. આવી માત્ર ચાર જ કાર છે જેમાં એક કાર અમદાવાદના બિલ્ડરના આંગણે આવતાં જ સમગ્ર અમદાવાદમાં ચર્ચા થવા લાગી હતી.


અમદાવાદના ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દીપક મેવાડાએ રૂપિયા 5.6 કરોડની બેન્ટલી કંપનીની Flying Spur કાર ખરીદી છે. જેને કારણે હાલ આ બિલ્ડર ચર્ચામાં છે. આવી માત્ર ચાર જ કાર ભારતમાં ડિલિવરી કરવામાં આવશે. જેમાં સૌથી પહેલી ડિલિવરી દીપક મેવાડાને મળી છે.

દીપક મેવાડાએ Bentley કંપનીની Flying Spur સાત મહિના પહેલા બૂક કરાવી હતી જેની તેમને તાજેતરમાં જ ડિલિવરી મળી છે. Bentleyની કાર સમગ્ર દુનિયામાં જાણીતી છે. મુકેશ અંબાણીથી માંડીને અનેક ધનવાનો આ કારની માલિકી ધરાવે છે.