અમદાવાદઃ બગોદરા પાસે ટ્રક અને તુફાન કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
Ahmedabad : બગોદરા હાઇવે પર ટ્રક પાછળ ઘૂસી ગઈ તુફાન, 3 લોકોના મોત, બે ઘાયલ
abp asmita
Updated at:
29 Dec 2021 09:44 AM (IST)
બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
તસવીરઃ બગોદરા હાઈવે પર ટ્રક પાછળ તુફાન ઘૂસી જતાં સર્જાયો અકસ્માત.