Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે. વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮:૩૦ કલાકે બતાવવાના રહેશે.
સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે, દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.
રાજ્યના 109 IASની સામૂહિક બદલી
રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કેસ લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
સમગ્ર લીસ્ટ જોવા અહીં ક્લીક કરો
મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બીએન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.