Gandhinagar: રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કેસ લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં  મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.


સમગ્ર લીસ્ટ જોવા અહીં ક્લીક કરો


View Pdf


મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બીએન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.


સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા. સાથે જ ડો. અનૂજ શર્માને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.


એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વિભાગના ACS અને મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે. 


વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા મામલે થયો મોટો ખુલાસો


વડોદરામાં રામનવમી દમિયાન કરવામાં આવેલા પથ્થરમારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પથ્થરમારાની ઘટનામાં સામેલ 23 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આજે પથ્થરમારો કરનાર આ તમામ 23 આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ પથ્થરબાજોના રિમાન્ડની માંગણી કરશે. તો બીજી તરફ અન્ય પથ્થરબાજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર દવે સાહેબની કોર્ટમાં 23 આરોપીઓને રજૂ કરાયા છે.


વડોદરામાં રામજીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા અંગે મોટો ખુલાશો સામે આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચાધિકારી સૂત્રો પાસેથી abp અસ્મિતાને  મોટી માહિતી મળી છે.  રામજીની શોભાયાત્રા પર થયેલા છેલ્લા ત્રણ પથ્થરમારાની ઘટના પૂર્વાયોજીત કાવતરું હતું.  ગુરુવારે રામજીની શોભાયાત્રા પર પાંજરિગર મહોલ્લામાં 1 વાગ્યા આસપાસ પ્રથમ પથ્થરમારો ઘર્ષણના કારણે થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  રામજીની શોભાયાત્રા પર બપોરે 4:15 કલાક આસપાસ કુંભારવાડા ચાર રસ્તા પર આયોજનપૂર્વક પથ્થરમારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રામજીની શોભાયાત્રા પર ફતેપુરા ચાર રસ્તા પાસે થયેલો ત્રીજો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રામજીની શોભાયાત્રા પર યાકુતપુરાના નાકે થયેલો ચોથો પથ્થરમારો પણ આયોજનપૂર્વક કરાયો હતો. પથ્થરમારાની ચાર ઘટનામાં સંડોવાયેલા 23ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 22ની શોધખોળ ચાલુ છે.