અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ટિકિટને લઈને કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પોતાના માણસોને ટિકિટ અપાવ્યાનો ગણગણાટ શરૂ થયો છે. પહેલા વોર્ડ પ્રમુખ બનાવ્યા અને બાદમાં તેમને જ ટિકિટ અપાવ્યાનો ગણગણાટ થઈ રહ્યો છે.
શહેર પ્રમુખ શશીકાંત પટેલ સામે કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે. અમદાવાદના શહેર પ્રમુખે 4 વોર્ડ પ્રમુખો અને 2 વોર્ડ પ્રમુખના સબંધીને ટિકિટ અપાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. 10 વોર્ડની યાદી પૈકી 6 વોર્ડમાં વોર્ડ પ્રમુખ અથવા તેમના સબંધીને ટિકિટ આપવામાં આવી છે. નવરંગપુરા વોર્ડ પ્રમુખ જયકુમાર પટેલને પહાપાલિકાની ટીકીટ મળી છે.
જ્યારે વાસણમાં વોર્ડ પ્રમુખ વિનુભાઈ ગોહિલ, નરોડામાં વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, નારાણપુરમાં વોર્ડ પ્રમુખ સિદ્ધાર્થ સોની, થલતેજમાં વોર્ડ પ્રમુખ તલાશ પટેલના સંબંધીને અને ગોતામાં વોર્ડ પ્રમુખ હરેશ ભાવસારના સંબંધીને ટીકીટ મળી છે.
Ahmedabad : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સામે પોતાના માણસોને ટિકિટ આપ્યાનો લાગ્યો આક્ષેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 01:22 PM (IST)
શહેર પ્રમુખ શશીકાંત પટેલ સામે કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે. અમદાવાદના શહેર પ્રમુખે 4 વોર્ડ પ્રમુખો અને 2 વોર્ડ પ્રમુખના સબંધીને ટિકિટ અપાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -