અમદાવાદઃ ગુજરાતમાં આઠ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલયે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 8 પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલય હાલ કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જારી થતી એસ.ઓ.પી.નું રેલવે મંત્રાલય પાલન કરે છે. એસઓપી પ્રમાણે હાલ આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી, તે મતલબનું રેલવે મંત્રાલયનું વલણ છે.
પાસ હોલ્ડર માટે ટ્રેન ચાલુ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થઈ શકે તેવી રેલવે મંત્રાલયની રજૂઆત છે. આ ટ્રેનો બંધ હોવાના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા દૈનિક પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી થઈ છે.
નોંધનીય છે કે, વડોદરા, સુરત, વલસાડ, વાપી, આણંદ, નડિયાદ, અમદાવાદ, રાજકોટ, ઓખા, સોમનાથ, જામનગર, ગાંધીધામ, ભુજ, મહેસણા અને પાલનપુરને જોડતી ટ્રેનો શરૂ કરવા મુદ્દે અરજી થઈ છે. આ મુદ્દે રેલવે મંત્રાલયએ સોગંદનામું જાહેર કર્યું છે.
ગુજરાતમાં 8 પેસેન્જર ટ્રેન શરૂ કરવા રેલ્વેનો સાફ ઈન્કાર, જાણો હાઈકોર્ટમાં શું આપ્યો જવાબ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 10:41 AM (IST)
પાસ હોલ્ડર માટે ટ્રેન ચાલુ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થઈ શકે તેવી રેલવે મંત્રાલયની રજૂઆત છે. આ ટ્રેનો બંધ હોવાના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા દૈનિક પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી થઈ છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -