અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદ (જિલ્લા)માં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 48,314 છે. તેમજ દૈનિક કેસો 5 હજારથી વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે એક જ દિવસમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તેના આગલા દિવસે એક જ દિવસમાં 10 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 5 જ દિવસમાં 36 લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં અત્યારે કુલ 1,28,192 કેસો છે. અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસો વડોદરામાં 23,811 અને પછી સુરતમાં 15155 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં નવા 12 સ્થળો સાથે હવે 171 સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જુના 29 સ્થળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમઝોનમાં સંક્રમણમાં વધારો યથાવત છે. દક્ષિણ પશ્ચિમઝોનમાં જોધપુર બોપલ અને સરખેજ વિસ્તારમાં સંક્રમણમાં વધારો થયો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોપલ અને ઘાટલોડિયામાં સંક્રમણમાં વધારો થયો છે.
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે.
બીજી તરફ 20,829 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834, રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309 વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.