અમદાવાદઃ ભાજપના કયા કોર્પોરેટરને લાગ્યો કોરોનાનો ચેપ? SVPમાં કરાયા દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2020 04:25 PM (IST)
ખાડિયાના ભાજપના કોર્પોરેટર મયુર દવેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોના થતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓને ચેપ લાગી ચૂક્યો છે. હવે ભાજપના વધુ એક કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. ખાડિયાના ભાજપના કોર્પોરેટર મયુર દવેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોના થતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મયૂર દવે વેપારી મંડળના કોરોના ટેસ્ટ કરાવતા સંક્રમિત થયા હોવાની શક્યતા છે. અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3628 એક્ટિવ કેસો હતા, જ્યારે 20153 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1568 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 161 નવા કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 191 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ગઈ કાલે 15 કેસ નોંધાય હતા. તેની સામે 14 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગઈ કાલે 3 લોકોના કોરોનાથી મોત થયા હતા.