અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર માટે સિમ્સમાં દાખલ થયા છે. ભરતસિંહને વેન્ટિલેટર સપોર્ટ ઓછો રાખવામાં આવ્યો છે. સીપેપ પ્રકારના વેન્ટિલેટરથી ઓક્સિજન અપાય છે. તેમજ તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. અન્ય રિપોર્ટ પણ સામાન્ય આવ્યા છે.
સિમ્સ હોસ્પિટલની આજની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલ છે. દિવસ દરમિયાન વેન્ટીલેટર (સી-પેપ )પર છે. સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટીલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્ન કરી રહ્યા છે. શરીરનું હલનચલન કરી શકે છે અને કમાન્ડ ફોલો કરે છે. બીજા રીપોર્ટ સામાન્ય થઇ રહ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સામે આવ્યા મોટા સમાચાર, ચાલી રહી છે કોરોનાની સારવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2020 02:05 PM (IST)
ભરતસિંહનો વેન્ટીલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્ન કરી રહ્યા છે. શરીરનું હલનચલન કરી શકે છે અને કમાન્ડ ફોલો કરે છે. બીજા રીપોર્ટ સામાન્ય થઇ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -