Ahmedabad : રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યાં છે, ત્યારે કોરોના મામલે આમદાવાદ શહેરમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરાના સાંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક  પગલાઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના  અનુસાંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી  હાથ ધરવામાાં આવે છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં  લઈ આજ રોજ નવા 4 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યાં  છે.


 4 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર
અમદાવાદના ચાર સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. 


1)સરખેજ સ્થિત ઓર્ચીડ હારમનીના 23 રહીશો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં


2)બોપલ સ્થિત સ્વાતિ ફ્લોરન્સના 7 રહીશો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં


3)ન્યુ રાણીપમાં આશ્રય-9 ના 18 સ્થાનિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં


4)નવરંગપુરામાં શાકુન્તલ ફ્લેટમાં 24 સ્થાનિકો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા


અમદાવાદમાં નવા કેસ 300ને પાર 
ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે નવા 665 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 717 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 562 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 


રાજ્યમાં આજે નોંધાયેલા 717 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 309, સુરત શહેરમાં 88, વડોદરા શહેરમાં 29, ગાંધીનગર શહેરમાં 31, ભાવનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 15 અને જામનગર શહેરમાં 1 કેસ નોંધાયા છે.