અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં હાલ કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩,૩૯૪ પર પહોંચ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં એક અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થયા છે.
શહેરમા વિસ્તાર પ્રમાણે કોરોનાની સ્થિતિની વાત કરીએ તો પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમઝોનમાં કોરોનાના કેસ નોંધપાત્ર રીતે ઘટ્યા છે. પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૬૧૫ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૯૮એ પહોંચ્યો છે.
દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૧૨, પૂર્વ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૪૮૬ અને ઉત્તર ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૪૦એ પહોંચ્યો છે. મધ્ય ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૪૭ એ પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૩૫,૦૯૨ અને મોતનો આંકડો ૧૭૮૧એ પહોંચ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે શું છે રાહતના સમાચાર? જાણો કયા વિસ્તારમાં શું છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2020 01:11 PM (IST)
ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં હાલ કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩,૩૯૪ પર પહોંચ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -