અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 3395 થઈ ગયા છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સતત ત્રણ દિવસ વધુ એક્ટિવ કેસ નોંધાયા બાદ આજે ઉત્તર ઝોનમાં વધુ કેસ થઈ ગયા છે. ઉત્તર ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 746 થઇ છે. ત્યાર બાદ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસ 699 થયા છે.


શહેરમાં 21 જૂને નોંધાયેલા 260 કોરોનાના કેસ સાથે કુલ 18,133 કેસ થયા છે. તેની સામે શહેરમાં 407 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 19 દર્દઓના મોત થયા થયા છે.

અત્યાર સુધીના ઝોન પ્રમાણે એક્ટિવ કેસના આંકડા

મધ્ય ઝોન મા 254 કેસ
ઉત્તર ઝોન મા 746 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન મા 365 કેસ
પશ્ચિમ ઝોન માં 699કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન મા 391 કેસ
પૂર્વ ઝોન માં 474 કેસ
દક્ષિણ ઝોન માં 466કેસ