અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ગુરુવારે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા સ્થળોની સંખ્યા વધીને 108 થઈ છે. અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ મધ્ય ઝોનના એક સ્થળને મ્યૂનિસિપલ કોર્પોરેશને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યું છે. શહેરમાં અગાઉ 90 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા. પાંચમાંથી નિયંત્રણ દૂર કરાયા છે.


નવા સ્થળોમાં પશ્ચિમ ઝોનના આઠ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત, ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર અને પૂર્વ-ઉત્તર અને મધ્ય ઝોનના એક-એક સ્થળનો સમાવેશ કરાયો છે. પશ્ચિમ ઝોનમાં પાલડીના સત્યમ ટાવરમાં 4, ભાવિ એવન્યૂમાં 4, વાસણાની બંસીધર સોસાયટીમાં 5, ઉસ્માનપુરાની અંબિકા સોસાયટીમાં 5, ચાંદખેડાના પરમેશ્વર ફ્લેટમાં 14, નવરંગપુરાના શાંતિ ટાવરમાં 2, નારણપુરના આદર્શનગરમાં 4, ચંદ્રગુપ્ત એપાર્ટમેંટમાં 2 મકાનને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે.


તો આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજની ગોયલ ઈંટરસિટીના 56, સેફાયર એપાર્ટમેંટના 24 તો ચાંદલોડિયામાં નિર્માણ રીજોઈસના 12, ગોતાની યુનિક સિટી હોમના 46 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. તો પૂર્વ ઝોનમાં નિકોલ દેવસ્ય સ્ટેટસના 12 મકાનને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.


નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67,  સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.