અમદાવાદ:  અમદાવાદ શહેરમાં  કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે  મનપાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.  જેમાં આવતીકાલે   અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનો  સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ સાથે જ શનિ-રવિ  ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 


બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. 


આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ-19 હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરા-મેડીકલ સ્ટફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.


ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે.


રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.