અમદાવાદઃ શહેરમાં એક સપ્તાહથી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે અને કોરોનાના ત્રીજા રાઉંડમાં શહેરમાં ફક્ત 28 ટકા લોકોમાં એંટીબોડી(antibody) જોવા મળી છે. અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation)એ કોરોના બાદ અત્યાર સુધીમાં ચોથી વખત સિરો -પોઝિટિવીટી સર્વે (seropositivity survey) કરાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં 10, 136 લોકોનો સર્વે કરાયો હતો. તેમાંથી 2, 830 અથવા 28 ટકા લોકોમાં કોવિડ-19 સામે એંટીબોડી જોવા મળ્યા હતા. 


amcએ જૂન 2020માં હાથ ધરેલા સર્વેમાં 18 ટકા લોકોમાં એંટીબોડીની તુલનાએ તાજેતરના સર્વેમાં 10 ટકા વધારો નોંધાયો છે અને 28 ટકા લોકોમાં એંટીબોડી જોવા મળ્યા છે. amcના આ સિરો પોઝિટિવીટી સર્વેમાં એંટી બોડી ધરાવતા લોકોમાં થયેલો વધારો એ સારી બાબત છે. amcએ હાથ ધરેલા આ સર્વે  જોવા મળ્યું છે કે કોવિડ-19ના રોગચાળામાં સપડાયેલા 359 દર્દી પૈકી ફક્ત 233 લોકો અથવા 65 ટકા લોકોમાં જ એંટીબોડી જોવા મળી છે. કોરોનાના રોગચાળામાંથી સાજા થયેલા લોકો પૈકી 65 ટકા લોકોમાં એંટીબોડી જનરેટ થયા હતા અને તે સિવાયના લોકોમાં કોરોનાનું ફરી સંક્રમણ થવાની શક્યતા છે. 


અમદાવાદમાં સિરો સર્વે કરવામાં આવ્યો છે, જેમા ૩ મહિનામાં જેટલા કેસ થયા એના પર થયો સર્વે હાથ ધરાયો હતો, જેમાં  RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેવા ૭૦૦૦ લોકો અને અન્ય ૩૦૦૦ જેટલા કોરોના પોઝીટીવ  લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે પરથી તારણ આવ્યું છે કે માત્ર   28 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થયા છે,  જેના કરાણે લોકો હજી પણ સાવચેત રહેવાની જરૂર છે. ૨૦૨૦ માં જે સિરો સર્વે કરવામાં આવ્યો હતો તેમા માત્ર ૧૮ ટકા લોકોમાં જ એન્ટીબોડી જોવામળી હતી. એટલે આ સીરો સર્વે પરથી કોરોના પોઝીટીવ થઈને નેગેટીવ થયેલા લોકોને પણ કોરોના થવાનો ભય રહેલો છે તો બીજી તરફ લોકોએ જાગૃતી સાથે કોરોના ગાઈડ લાઈનનું પાલન પણ કરવુ પડશે.


જીલ્લા પ્રશાસન તંત્ર દ્વારા ગ્રામ્યમાં કેસ આવવાનુ કારણ જણાવ્યું કે જે લોકો ધંધા અર્થે કે નોકરીની કારણે શહેરી વિસ્તારમાં અવર જવર કરે છે તેના કારણે કોરોના ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટીંગ અને વેક્શીનેશની પ્રક્રિયાપુર જોસમાં શરૂ કરવામાત્ર આવી છે અને સાથે પ્રશાસનને લોકોના સપોર્ટની જરૂર છે. વેક્સીનેશન અને ટેસ્ટીંગત્રાં અમદાવાત જીલ્લા પંચાયત રાજ્ય માત્ર ત્રીજા ક્રમે રહીને કામગીરી કરી રહી છે અને તમામ પરિસ્થિતિને પહોચા વળવા માટે પ્રશાસન તૈયાર હોવાનો દાવો ડિડિઓ અરૂણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યો છે.