Ahmedabad : ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. હવે તો ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત(Surat) અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે.
લોકડાઉન(lockdown)ની ગામના લોકોએ કડક અમલવારી કરી હતી. લોકડાઉનના અમલ માટે યોદ્ધા ટીમની રચના કરી હતી. આજે પણ ગામમા કોરોના મહામારીના નિયમો(corona guideline)ની અમલવારી થાય છે.
ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોનાના કેસનો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યમાં સૌથી વધુ 2190 કેસ નોંધાયા હતા. જ્યારે સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. અમદાવાદ (Ahemdabad)અને સુરત (Surat)માં કોરોના સંક્રમણના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ બંને શહેરોમાં કોરોના સંક્રમણના કેસ 600ને પાર પહોંચી ગયા છે.
કેટલો થયો વધારો ?
ગુજરાતમાં છેલ્લા સાત જ દિવસમાં 13,871 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે.
તારીખ |
કેસ |
એક્ટિવ કેસ |
19 માર્ચ |
1415 |
6147 |
20 માર્ચ |
1565 |
6737 |
21 માર્ચ |
1580 |
7321 |
22 માર્ચ |
1640 |
7847 |
23 માર્ચ |
1730 |
8318 |
24 માર્ચ |
1790 |
8823 |
25 માર્ચ |
1961 |
9372 |
26 માર્ચ |
2190 |
10134 |
રાજ્યમાં શુક્રવારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશન(SMC)માં 4, અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1 અને રાજકોટ કોર્પોરેશન(RMC)માં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 , રાજકોટ કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25, નર્મદા-25, રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (Corona Vaccination) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.