અમદાવાદઃ શહેરમાં 11 વોર્ડમાં અગાઉ જાહેર કરાયેલ કન્ટેન્મેન્ટઝોન હટાવી લેવામાં આવ્યા છે અને નવી નીતિ અનુસાર 46 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમૂક વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતો કન્ટેઇન્મેન્ટઝોન મુકાયા છે. હવે આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ વિસ્તારોમાં લોકો અંદરથી બહાર નહીં શકે અને બહારથી અંદર નહીં જઈ શકે. આવા વિસ્તારોની અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે. તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટના સ્થાને માઈક્રો કન્ટેન્મેન્ટનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં 16160 ઘરોમાં 69624ની વસ્તીને પુરાઈ રહેવું પડશે.

માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ ક્યા વિસ્તારોમાં રહેશે ?

દક્ષિણઝોન

વિસ્તાર ઘરોની સંખ્યા આશરે વસ્તી

બાપુનગર, બહેરામપુરા 300 1200

નિલગીરી સોસા.વટવા 300 1200

ક્રિસ્ટફોક સોસા. ઈન્દ્રપુરી 55 195

મંગુબેનની ચાલી, ઈન્દ્રપુરી 78 419

સેતુધામ, ઈસનપુર 120 458

વિજયવિહાર, દાણીલીમડા 146 676

ઉત્તરઝોન

વકીનચાલી, સૈજપુર 580 1200

ફદેલીસ્લમ, સૈજપુર 300 2515

સંજયનગર છાપરા, બાપુનગર 156 702

સોનારીયા બ્લોક, સરસપુર 350 3000

બોમ્બે હાઉસીંગ, સરસપુર 450 2250

મ્યુનિ.ક્વાર્ટર, ઈન્ડિયા કોલોની 150 751

પંડિતનગર, ઈન્ડિયા કોલોની 375 1660

પૂર્વઝોન

પટનનગર-કમલેશનગર, વિરાટનગર 197 985

સુંદરમનગર, ગોમતીપુર 135 675

ગુહાબોર્ડ, ગોમતીપુર 178 890

શીવાનંદનગર બ્લોક્સ, અમરાઈવાડી 132 594

શીવાનંદનગર, અમરાઈવાડી 92 467

જગદિશ પંડિતની ચાલી, અમરાઈવાડી 52 250

મધ્યઝોન

નાગોરીવાડ, દરિયાપુર 142 710

મીલ કમ્પાઉન્ડ, જમાલપુર 900 4000

કાઝીનાધાબા, જમાલપુર 150 675

સાલવીપોળ, જમાલપુર 300 1500

તાડની શેરી, જમાલપુર 375 1641

બિસ્કીટગલી, ખાડિયા 124 843

મહાજનો વંડો, ખાડિયા 280 2175

નાગજીભૂદરની પોળ, ખાડિયા 162 910

આશાપુરી ખાંચો, ખાડિયા 15 74

રાજામહેતાની પોળ, ખાડિયા 35 175

દાંડીગરાની પોળ, ખાડિયા 284 1312

ઢાળની પોળ, ખાડિયા 1100 5310

ઝકરીયાપોળ, ખાડિયા 50 225

શંકરભુવન છાપર, શાહપુર 375 1875

કડિયાની ચાલી, અસારવા 492 2350

બાપાલાલ ઘાંચીની ચાલી, અસારવા 470 2350

ઉત્તરપશ્ચિમ ઝોન

રિધ્ધી સોસા. ઘાટલોડિયા 150 670

ચૈતન્ય સોસા., બોડકદેવ 18 74

ધર્મનગર, જગાભાઈની ચાલી,સાબરમતી 200 986

ગુલબાઈ ટેકરા, નવરંગપુરા 1085 7544

સોરાબજી કમ્પાઉન્ડ, નવાવાડજ 350 1750

અંબીકાનગર, નવાવાડજ 80 240

મંગલમુર્તિ એપા. નારણપુરા 950 3000

નિર્મલ એપા. નારણપુરા 293 768

દક્ષિણપશ્ચિમ ઝોન

તવકલવિલા, મક્તમપુરા 90 430

શ્રીનંદનગર, સરખેજ 864 4500

કુલ 14160 69624