આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 299, સુરત- 55, વડોદરા- 34, ગાંધીનગર- 13, સુરેન્દ્રનગર-5, બનાસકાંઠા-4, રાજકોટ-4, વલસાડ-4, પંચમહાલ-3, ખેડા-3, મહેસાણા-2, ભરૂચ-2, સાબરકાંઠા-2, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ અન્ય રાજ્યના -2 કેસ નોંધાયા છે.
બીજી બાજુ અમદાવાદના કોરોના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા પગલાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મિટિંગમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદનો મણીનગર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર આવી ગયો છે. ચર્ચાના અંતે અમદાવાદના કેટલાક વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. હવે સપૂર્ણ વોર્ડને બદલે જે તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર જ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ મુકવામાં આવેલ છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 20, પંચમહાલ 3, પોરૂંદર 2, સુરત 2 અને અમરેલી, અરવલ્લી, જામનગર અને રાજકોટમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે.