અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે દૂરદર્શન ટાવર પાસેના એઈસી ગ્રાઉન્ડમાં આંબા નીચે સવારે ગાડી પાર્ક કરીને કામક્રિડામાં મગ્ન થઈ ગયેલા કપલને ઝડપી લીધું છે. લોકડાઉન હોવા છતાં આ કપલ બહાર નિકળીને અંગત પળોને મણી રહ્યાં હતાં ત્યારે જ પોલીસની ગાડી ત્યાં આવી પહોંચતા બંને ઝડપાઈ ગયાં હતાં.
સેટેલાઈટમાં રહેતા 30 વર્ષના યુવક અને વસ્ત્રાપુરમાં રહેતી 40 વર્ષની મહિલાએ પહેલાં તો પોતે કૂતરાઓને દૂધ પીવડાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેમની આ વાત ગળે ન ઊતરતાં બંને વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સોમવારે સવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 9.30 વાગ્યે પોલીસે દૂરદર્શન ટાવર પાસેના એઈસી ગ્રાઉન્ડમાં આંબા નીચે એક ગાડી પાર્ક કરેલી જોઇ હતી. પોલીસ નજીક ગઇ તો અંદર એક સ્ત્રી અને એક પુરુષ કામક્રિડા કરી રહ્યાં હતા.
પોલીસે ગાડીનો કાચ ખખડાવતા બંને બહાર આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ કૂતરાઓને દૂધ પીવડાવવા ગ્રાઉન્ડમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની જડતી લેતાં તેમનાં આઈડી પ્રૂફ મળ્યાં હતાં. પુરુષ સેટેલાઈટ જોધપુર વિસ્તારમાં રહેતો અને 30 વર્ષનો હોવાનું બહાર આવ્યું હતું. મહિલા વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે રહેતી અને 40વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. બંનેના નામ-સરનામા બધું જ અલગ હોવાથી પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોલીસે બંને વિરૂધ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બંને કારમાંથી પકડાયા હોવા અંગે તેમના પરિવારના સભ્યોને જાણ કરી દેવામાં આવી હતી.
અમદાવાદમાં 30 વર્ષના યુવક સાથે કારમાં કામક્રિડામાં મસ્ત 40 વર્ષની મહિલાએ પોલીસને આપ્યો શું વિચિત્ર જવાબ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2020 12:31 PM (IST)
લોકડાઉન હોવા છતાં આ કપલ બહાર નિકળીને અંગત પળોને મણી રહ્યાં હતાં ત્યારે જ પોલીસની ગાડી ત્યાં આવી પહોંચતા બંને ઝડપાઈ ગયાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -