બોટાદમાં કોરોનાના વધુ બે કેસ આવ્યા સામે, અત્યાર સુધીમાં 9 કેસો નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2020 10:28 AM (IST)
. બંને કોરોના પોઝિટિવના કેસ પુરુષોને આવ્યા છે. એક 48 વર્ષ અને બીજા 42 વર્ષના પુરુષને પોઝિટિવ આવ્યા છે.
NEXT
PREV
બોટાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે બોટાદ શહેરમાં આજે વધુ બે કેસો આવતાં બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 થઈ છે. શહેરના ક્લસ્ટર એરિયા વોર્ડ નંબર 9ના વોરાવાડમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા છે. બંને કોરોના પોઝિટિવના કેસ પુરુષોને આવ્યા છે. એક 48 વર્ષ અને બીજા 42 વર્ષના પુરુષને પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કુલ 9 કેસો કોરોના ના નોંધાયા. જેમાં બોટાદ શહેર માં 8 અને બરવાળા માં એક. જ્યારે એક વ્યક્તિ નું મોત નિપજેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -