Ahmedabad Crime And Raid News: અમદાવાદમાં ફરી એકવાર એસએમસી પોલીસે સપાટો બોલાવ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ચાલી રહેલા દુષણને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરી છે, શહેરમાં ચાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સોલા, વાડજ, નિકોલ અને ઓઢવ વિસ્તારમાં વિલિજન્સ ટીમે રેડ કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, સાથે જ 45થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરી છે. 


મળતી માહિતી પ્રમાણે, અમદવાદમાં સ્ટેટ મૉનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે, શહેરમાં ચાર મોટા વિસ્તારોમાં દરોડાના કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના 4 પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં SMCનીએ કાર્યવાહી કરી છે, જેમાં શહેરના સોલા, વાડજ, નિકોલ અને ઓઢવ વિસ્તાર દરોડા પાડવામાં આવ્યા હતા. 




સોલા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના ચાંદલોડિયા રેલવેના છાપરામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, સોલામાંથી એસએમસીએ 580ની કિંમતનો 29 લીટર દેશી દારૂ સાથે 8ની ધરપકડ કરી છે. આ દરોડા અમદાવાદ શહેરની બહાર તથા મકાન નંબર 5 માં કરવામાં આવી હતી.


એસએમસીએ આ ઉપરાંત શહેરના નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પણ નિકોલ ગામમાં દરોડા પાડ્યા હતા, અહીં બહુચર ચાર રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકાન નં 5માં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, નિકોલમાં 13,405 કિંમતની 73 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી. 


એસએમસીએ વાડજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મી નારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટી નજીક આશ્રમ રૉડ નજીક દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, વાડજમાં 76,620 કિંમતની 479 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી. 


એસએમસીએ ઓઢવ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર પણ રેડ કરી હતી, અહીં બે સ્થાન ઉપર SMCની મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઓઢવમાં જીઆઈડીસી પાસે જય કેમિકલ ગેટ નજીક ખુલ્લામાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. ઓઢવમાં 4600 કિંમતનો 230 લિટર દેશી દારૂ સહિત 3 આરોપીની એસએમસીએ ધરપકડ કરી હતી. આ ઉપરાંત ઓઢવ સ્મશાન રૉડ પાસેના ચામુંડા નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર અડ્ડો ચલાવનાર સહિત 38 આરોપીઓની ધરપકડ કરી હતી. એસએમસીએ ચામુંડા નગરમાંથી 25,00 કિંમતનો 125 લિટર દારૂ જપ્ત કર્યો કર્યો હતો.


કડીના આગોલ ગામમાંથી મોટું જુગારધામ પકડાયું, SMC ની રેડમાં 19 ખેલી પકડાયા, 11 ફરાર


મહેસાણામાં કડીના આગોલ ગામમાંથી મોટું જુગારધામા પકડાયું છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસ.એમ.સી.ની ટીમે રેડ કરી. આ રેડમાં 19 જુગારીને 2.46 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. જ્યારે 11 જુગારીઓ ફરાર થયા છે. રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાંથી બોલાવી જુગાર રમાતો હતો. લાખોની રોકડ સાથે જુગાર ધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.



થોડા સમય પહેલા રાજકોટમાં ધમધમી રહેલા જુગારધામને લઇને પોલીસ એક્શન મૉડમાં હતી, રાજકોટ શહેરમાંથી પકડાયેલા જુગારધામને લઇને એક મોટો ખુલાસો થયો હતો. પોલીસે દરોડા દરમિયાન 25 જેટલા જુગારીઓ ઝડપાયા હતા, જેને ખુદ પોલીસકર્મીએ મંજૂરી આપી હોવાનું સામે આવ્યુ હતું. તપાસમાં ભાંડો ફૂટ્યો છે કે, આ જુગાર ક્લબમાં ક્રાઇમ બ્રાન્ચ જ એક કર્મચારીએ જુગાર ધામને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી. 


મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પકડાયેલા જુગારધામને લઇને મોટો ખુલાસો થયો હતો. રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડીંગની ઓફિસમાં ચાલતી જુગાર ક્લબની તપાસ મામલે હવે ભાંડો ફૂટ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એક કર્મીએ આ જુગાર ક્લબને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી. જુગાર ક્લબ મામલે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. થોડાક દિવસ પહેલા રાજકોટ A ડિવિઝન પોલીસે આ જુગાર ક્લબ પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 25 શખ્સોની ધરપકડ કરાઇ હતી, સાથે સાથે જુગાર ક્લબમાંથી 2.90000 રૂપિયાનો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ જુગાર ક્લબમાં રાજકોટ, મોરબી, જામનગર પંથકના જુગારીઓ જુગાર રમવા આવતા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે મોટો ભાંડો ફૂટતા તપાસ રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મી પર કાર્યવાહી થઇ શકે છે.


રાજકોટમાં પોલીસના દરોડામાં એક મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે, અહીં ઘોડી પાસાથી જુગાર રમતા 25 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ગઇ રાત્રે શહેર પોલીસ બાતમીના આધારે શહેરમાં ચાલતી એક ક્લબમાં દરોડાની કાર્યવાહી કરી હતી, એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના મધ્યમાં આવેલી ત્રિકોણ બાગ પાસેના એપાર્ટમેન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ક્લબમાંથી પોલીસે 25 જુગારીઓને 285000 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા, આ તમામ જુગારીઓ ઘોડા પાસા દ્વારા જુગાર રમી રહ્યાં હતા. ખાસ વાત છે કે, રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડિંગમાં 9માં માળે 906 નંબરની ઓફિસમાં આ ક્લબ ચાલતી હતી, અને અહીં ઘોડા પાસા દ્વારા જુગાર મોહસીન પઠાણ નામનો શખ્સ રમાડતો હતો.