Ahmedabad Crime: અમદાવાદમાં ડ્રગ્સની બદી એટલી વધી ગઇ છે કે. આજે સળંગ બીજા દિવસે શહેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. આજે અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન દત્તા નામના શખ્સ સાથે 1 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે.  ગઇકાલે 25 લાખના MD ડ્રગ્સ સાથે SOG પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, SOGએ NDPSના કેસો શોધી કાઢવામાં આ સાથે જ સેન્ચ્યૂરી પણ પુરી કરી લીધી હતી. અત્યાર સુધી કુલ 232 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


આજે ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાંચે આજે શહેરના દાણીલીમડામાંથી એક આરોપીને 1.23 કિલો એમડી ડ્રગ્સ અને બે હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ ઝડપાયેલું ડ્રગ્સની બજારની કિંમત એક કરોડથી વધારે હોવાનું માનવમાં આવી રહ્યુ છે. આરોપીનું નામ ઝિશાન દત્તા પવલે હોવાનું ખુલ્યુ છે. 


ક્રાઈમ બ્રાંચે દાણીલીમડામાં ઝીશાન દત્તા પવલે નામના આરોપીને ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવા અને વેપાર કરવાના આરોપમાં ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી 1.23 કિલોનું એમડી ડ્રગ્સ અને બે પિસ્તોલ જેવા હથિયાર, 40 રાઊન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ ડ્રગ્સ તે કોની પાસેથી અને કોને આપવા માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.


ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હનિફ બેલીમ નામના ઇસમનાં ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા એ સમયે ડ્રગ્સ સાથે હનીફ બેલીમ રંગે હાથ પકડાયો છે. પોલીસની તપાસમાં હનીફના ડ્રગ્સ કનેક્શનના તાર અમદાવાદ સુધી હોવાનું ખુંલ્યું છે. અઢી લાખના એમ.ડી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા હનીફ મજૂરી કામ કરે છે અને શહેરના ભરતનગર બે માળિયા વિસ્તારમાં રહે છે. એસઓજી પોલીસના દરોડા દરમ્યાન 25.840 ગ્રામના મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે હનીફને રંગે હાથ પકડ્યો હતો. પોલીસે કુલ અઢી લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે હનીફના ઘરમાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જોકે એમડી ડ્રગ્સનો સોદો કોના દ્વારા અને કોના મારફતે ભાવનગર સુધી કેવી રીતના પહોંચાડવામાં આવ્યું હતું તે પોલીસની તપાસમાં બહાર આવશે હાલ એસઓજીની ટીમ દ્વારા આ ઈસમની ધરપકડ કરીને રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો


Ahmedabad: 25 લાખના MD ડ્રગ્સ સાથે 6ની ધરપકડ, SOGએ NDPSના કેસો શોધી કાઢવામાં સેન્ચ્યુરી કરી પુરી, 232 આરોપીની ધરપકડ