અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી 30 વર્ષીય યુવતી (Girl)ની હત્યા કરાયેલી લાશ(dead body)નો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. મૃતક યુવતીનું નામ રેખા જાદવ હોવાનું સામે આવ્યું છે, તેમજ તેની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો છે. ત્રણ દિવસ પહેલા અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પરથી પાણીની ટાંકીમાંથી રેખાની હત્યા ( Girl Murder) કરેલી લાશ મળી આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પ્રેમી સાથે વિશ્વાસઘાત કરતા રેખાને છરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. પોલીસે હત્યાની કબૂલાત કરતાં પ્રેમી ઇરફાનને દબોચી લીધો છે. ઇરફાને પહેલા ક્રાઇમ બ્રાન્ચને ગોળગોળ ફેરવી હતી અને રેખાનો પ્રેમી બીજા હોવાનો ઘટકસ્ફોટ કર્યો હતો. જોકે તેની આગવી રીતે પૂછપરછ કરતા તેને કબુલાત કરી લીધી હતી.
અરાઇવાડી વિસ્તારમાં રહેતી રેખા જયેશભાઇ જાદવ અને આરોપી ઇરફાનને પ્રેમસંબંધ હતા. ઇરફાન એમ્રોડરીના કારખાનામાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. બંને વચ્ચે છેલ્લા 15 વર્ષથી પ્રેમસંબંધ હતા. ઇરફાન રેખા પાછળ પાગલ હતો અને તેને પત્નીની જેમ રાખતો હતો. દરમિયાન ઇરફાન ગામડે જતો રહેતા રેખા સાથે સંબધ તુટી ગયા હતા. પરંતુ તે પરત આવતા બંને વચ્ચે ફરી સંબંધ સ્થાપિત થયા હતા. ઇરફાને થોડા સમય પહેલા રેખાને બે લાખ સાચવવા આપ્યા હતા. જે તેણે વાપરી નાખ્યા હતા.
બીજી તરફ રેખાને અન્ય યુવકો સાથે સંબંધો હોવાની જાણ થતાં ઇરફાન ઇશ્કેરાઈ ગયો હતો. તેમજ તેને મળવા બોલાવી ગળું દબાવી અને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. રેખા ઇરફાનની જાણ બહાર અન્ય યુવકો સાથે ફોન પર વાતચીત કરતી હતી. જેને કારણે ઇરફાનને રેખા પર શંકા ગઈ હતી.
આ અંગે ઇરફાને તપાસ કરતાં તેનો શક સાચો પડ્યો હતો. રેખાને ઇરફાન સિવાય પણ અનેક લોકો સાથે રિલેશન હતા. ઇરફાન રેખા પાછળ બેફામ રૂપિયા ખર્ચતો હોવા છતા પણ રેખાએ દગ્ગો દેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી.