Ahmedabad Crime News: અમદાવાદમાંથી ફરી એકવાર સનસનીખેજ ગુનાખોરીની ઘટના સામે આવી છે. શહેરના નિકોલના વિસ્તારમાં ખોડિયારનગર પાસેની દૂધ સાગર ડેરી નજીક ગઇ રાત્રે પતિએ જ પત્ની પર હુમલો કરી દીધો હતો, આ ચોંકાવનારી ઘટનામાં પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરીના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે કાર્યવાહી કરતાં આરોપીને દબોચી લીધો હતો.

Continues below advertisement

નિકોલની આ ઘટનામાં પોલીસે આરોપીની આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. મયંકે દૂધ સાગર ડેરી પાસે એક દુકાનની બહાર તેની પત્ની પર હુમલો કર્યો હતો. તેણે પત્નીના ગળા અને હાથ પર છરીના અનેક ઘા માર્યા હતા અને ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. અમદવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે આવેલી દૂધ સાગર ડેરી નજીક સોમવારે મોડી રાત્રે આ ઘટના ઘટી હતી. ઘટનામાં પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

અગાઉ આરોપીના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી અને આરોપીને તેના ભાઈના મોત પાછળ પત્ની જવાબદાર હોવાની શંકા હતી. તપાસમાં ખુલ્યુ છે કે, ઘટનાના દિવસે મહિલા કોઈ અંગત કામે બહાર નીકળી હતી. તે સમયે મયંકે કથિત રીતે તેને રોકી હતી અને તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ દંપતીએ આશરે દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી.                                                                         

Continues below advertisement