અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતો. છેલ્લા 3-4 દિવસથી વધેલી ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ આવ્યો હતો. સમગ્ર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો. તો બીજી તરફ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. 


ભારે પવનમાં ઘણા વૃક્ષો ધરાશાઈ થયાં હતાં. વેજલપુર વિસ્તારમાં રેડિયો મીરચી રોડ સામે આવેલું એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ દુકાનના શેડ ઉપર નુકશાન શેડમાં પણ નુકસાન થયું હતું. વૃક્ષ નીચે વાહનો પણ દબાયા હતા અને સ્થાનિકોએ વાહન કાઢવાના પ્રયાસ કર્યા હતા.


તો બીજી તરફ વરસાદમાં સાઈન બોર્ડ પણ પડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાંની સાથે રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સાઈન બોર્ડ પડી ગયું હતું.


શહેરમાં સાર્વત્રિક વરસાદઃ


અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.   રિવર ફ્રન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.   અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી,  આશ્રમ રોડ,  એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ભારે વરસાદના કારણે વસ્ત્રાપુર ફાટક પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. વરસાદનું આગમન થતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે. એસપી રીંગ રોડ, પ્રહલાદ નગર ગાર્ડન, નહેરુનગર, શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ  વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે.  જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.