Navratri 2023: નવરાત્રી શરુ થવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે તો બીજી તરફ રાજ્યમાં હાર્ટ એટેક અને હુમલા ઉપરાંત હત્યાના કેસો પણ સામે આવી રહ્યા છે. એવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ અને લોકો નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે ડીસીપી કોમલ વ્યાસે પત્રકાર પરિષદ યોજી હતી. નવરાત્રીની લઈને પોલીસે પત્રકાર પરિષદ યોજી કેટલીક માહિતી આપી છે.




ડીસીપીએ કહ્યું કે, નવરાત્રી માટેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદમાં 47 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી આપવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકોએ પોલીસને સહયોગ આપવા વોલેન્ટિરો માટે વ્યવસ્થા રાખવાની રહશે. મહિલાઓ માટે ખાસ મહિલાઓ દ્વારા ચેકીંગ અને ફ્રિસ્કિંગ કરવાનું રહેશે.


આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. કોઈ છેડતી,ચેન સ્નેચિંગ,ચોરી જેવી ઘટનાઓને અટકાવવા સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. પાસ સાથે ખાનગી ગરબા આયોજકો માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. કોઈ ગરબા સ્થળે મહિલાઓની છેડતી કે કોઈ અણબનાવ ના બને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.


થોડા સમયથી હાર્ટએટેકના કેસો વધ્યા હોવાનું માધ્યમથી સામે આવ્યું છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય સેવા અને એમ્બ્યૂલન્સની વ્યવસ્થા રાખવી જરૂરી છે. ગેસ્ટ હાઉસ, હોટેલ અને ધાબાઓ સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવશે. અમદાવાદમાં મેચો પણ ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમને જડપી પાડવા કામગીરી ચાલુ રહેશે. ગરબા આયોજકોને નિયમોને આધિન આપવામાં આવેલ મંજૂરીનો અમલ કરવામાં નહિ આવે તો મંજૂરી રદ કરવામાં આવશે. યુવાધન નવરાત્રી મહોત્સવમાં નશો કરેલ હાલતમાં કોઈ સંઘર્ષના કરે એ માટે આયોજન કરવામાં આવશે. પોલીસ દ્વારા બોડીવોર્ન કેમેરા સાથે ચેકીંગ કામગીરી કરવામાં આવશે.


 ગુજરાતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર સતર્ક થઇ છે. આગામી નવરાત્રિના મહાપર્વમાં ખેલૈયાઓને કોઇ તકલીફ ના પડે તે માટે સરકારે ખાસ સૂચનો આપ્યા છે. આજે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે, તેમને રાજ્યમાં કૉર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં આયોજકોને મેડિકલ કીટ રાખવા સૂચના આપી છે.


નવરાત્રિ 2023 આગામી દિવસોમાં શરૂ થઇ રહી છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોની સ્થિતિને લઇને આરોગ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે, કાર્ડિયાક અરેસ્ટ કેસ અને નવરાત્રિ સંદર્ભની ગાઈડલાઈન અંગે આરોગ્યમંત્રીનું મોટું નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, આ વર્ષે નવરાત્રિના આયોજકોએ મેડિકલ કીટ ખાસ રાખવી પડશે, 8 કૉર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ માર્ગદર્શિકા રહેશે. ગાઇડલાઇન પ્રમાણે, આ વખતે ગરબાના સ્થળની નજીક 108ના પૉઇન્ટ ગોઠવવામાં આવશે, સાથે સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે, આ તમામ લોકોને હૉસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના ડૉકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે.  ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ નાના મોટા શહેરો અને ગામડાઓમાંથી સતત હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યાં છે.