Ahmedabad: HMPV વાયરસ મુદ્દે અમદાવાદના શિક્ષણાધિકારીએ માર્ગદર્શિકા જાહેર કરી હતી. મળતી જાણકારી અનુસાર, HMPV વાયરસ અમદાવાદના શિક્ષણાધિકારીએ ખાનગી સ્કૂલો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. માર્ગદર્શિકામાં શરદી અને તાવ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવાની અપીલ કરવામાં આવી હતી. જો બાળકને બીમારી હોય તો સ્થાનિક પરીક્ષાના પેપર પાછળથી લેવાશે. શ્વાસમાં તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવાની પણ અપીલ કરાઇ હતી.


એચએમપીવી વાયરસને ધ્યાને રાખીને ખાનગી સ્કૂલો માટે એડ્વાઈઝરી જાહેર કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ મોકલાયો હતો કે જો બાળકને શરદી, તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા કરવી નહીં. સ્કૂલ તરફથી બાળકનું પેપર બાદમાં લેવામાં આવશે. પરંતુ હાલમાં બાળકોની સુરક્ષા સાથે સ્કૂલમાં પણ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ખાનગી સ્કૂલોની સાથે જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે પણ એડ્વાઇઝરી જાહેર કરાઇ છે.

સ્કૂલના સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે દરેક વાલીઓને સૂચના મળી રહે તે માટે સોશિયલ મીડિયા ગ્રુપમાં મોકલવી. સંચાલકોના મતે, એક વિદ્યાર્થીને કારણે અન્ય વિદ્યાર્થી પર અસર ન થાય તે માટે એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશન (એઓપીએસ)ના સંચાલકો દ્વારા અને જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે સૂચના જાહેર કરાઇ છે. સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, હાલમાં વિવિધ સ્થળે કેસ આવી રહ્યાં છે. ડરવાની કોઇ જરૂર નથી. પરંતુ સંચાલકો દ્વારા વાલીઓને જાગ્રત કરવા માટે સૂચના અપાઇ છે. બાળકો માસ્ક પહેરે, તાવ- શરદી હોય તો બાળકને સ્કૂલે ન મોકલવાની સૂચના આપી છે. જો સ્કૂલની સ્થાનિક પરીક્ષામાં બાળક ગેરહાજર હશે તો તેની પરીક્ષા બાદમાં પણ લેવાશે. જેથી વાલીએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી.


તે સિવાય સલાહ આપવામાં આવી છે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો. હાથ ધોવા માટે સેનિટાઇઝર, સાબુનો ઉપયોગ કરવો. તાવ, ઉધરસ, શરદી હોય તો જાહેરમાં જવાનું ટાળવું જોઇએ. પાણી વધારે પીવું, પૂરતી ઊંઘ લેવી જોઇએ.                         


HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?