અમદાવાદઃ ધોળકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ ની ફરિયાદ નોંધાઇ છે. 15 વર્ષની સગીરા પર 8 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે.  સગીરા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધોળકા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.




Surat : 'અંકલને મેરે સાથ ગંદા કામ કિયા', 4 વર્ષની દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી સરકી ગઈ જમીન



સુરત : પાંડેસરા વિસ્તારમાં હવસખોરે 4 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોીલસે આરોપીને પકડીને જેલ હવાલે કરી દીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગાની વાત 4 વર્ષની બાળકી માતાને કહેતા પરિવારના હોશ ઉડી ગયા હતા. 


આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં હવસખોરે  4 વર્ષીય માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરતા ચકકચાર મચી ગઈ છે. બાળકીએ સમગ્ર ઘટના ઘરે જઈને પરિવારને કહેતા પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઓરિસ્સાના વતની અને છેલ્લા સાત વર્ષથી સુરતમાં રોજીરોટી કલાકમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી હવસનો શિકાર બની છે. 


બૂધવારે બપોરે બાળકી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગૂમ થઈ ગઈ હતી. જોકે, 3 કલાક બાદ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ગુમસૂમ રહેતી બાળકીની માતાએ પૂછપરછ કરતાં સમગ્ર વિગતો જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યું કે, પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા. આ ઘટના સામે આવતા લોકોએ પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો. બાળકીની હાલત બગડી જતાં તેને મોડી રાત્રે હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. હાલ તેને સારવાર ચાલી રહી છે.