Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોમાં વધારાની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચૂંટણી સંદર્ભે કામગીરી સોંપવામાં આવી છે. જેમાં બી.એલ.ઓ તરીકેની કામગીરી કરતા શિક્ષકોને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષકોનો દાવો છે કે એક તરફ જ્યાં બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે અને કોર્સ ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પેપર ચકાસણીની કામગીરીના ઓર્ડર કરવામાં આવશે.
આ પરિસ્થિતિમાં શિક્ષણની કામગીરી કરવી કે શિક્ષણની કામગીરી છોડી અને કામગીરી કરવી તે મોટો સવાલ ઊભો થયો છે. જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે જે શિક્ષકો બીએલઓની કામગીરી સાથે જોડાયેલ હોય તેમને શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ આપવામાં આવે. પૂર્વ વિસ્તારની એક શાળાના શિક્ષક જતનભાઇ મોદીનો દાવો છે કે તેમને આ મામલે રજૂઆત કરી ત્યારે કલેકટર કચેરી થકી ધમકી મળી રહી છે અને એ હદ સુધી કહેવામાં આવ્યું કે તેમની કુંડળીઓની શોધ કરવામાં આવે, એટલે કે તેમને હેરાન કરવા માટે તેમની નોકરી સંદર્ભેની બાબતોની ચકાસણી કરવામાં આવે.
આ શિક્ષકનોએ પણ દાવો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ જોડવાની બાબતને મરજિયાત ગણાવી છે તેમ છતાંય આ કામગીરી માટે ફરજિયાતપણું કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં કાર્યરત શિક્ષકો જિલ્લા શિક્ષણ વિભાગ હસ્તગત આવે છે, જ્યારે શિક્ષકોને BLO કામગીરીના ઓર્ડર જિલ્લા કલેકટર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો
ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 447 સુઘી પહોંચી છે. જે અગાઉના વર્ષો સરખામણીએ સૌથી વધું છે. રસપ્રદ બાબત એ છે કે આ વખતે સૌથી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ એટલે કે B.E એટલે કે બેચલર ઓફ એન્જનિયરિંગમાં સૌથી વધારે 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના આધારે કરવામાં આવતી હોય છે
ICCR એટલે કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત કેન્દ્ર સરકારની સ્કોલરશીપ લઈને ગુજરાત અને ભારતમાં દર વર્ષે વિદેશના વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં પ્રવેશ લેશે. જે સંદર્ભે શૈક્ષણિક વર્ષ 2022-23 માં સૌથી વધું 447 વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી ભણવા માટે ગુજરાતમાં આવ્યા છે. વિદેશના વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના આધારે કરવામાં આવતી હોય છે. ICCR સિવાય રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં પણ વિદેશ સામે વિદ્યાર્થીઓ પોતાની રીતે પ્રવેશ મેળવતા હોય છે પરંતુ તેમને સ્કોલરશીપ મેળવવા માટે કવોલીફાય નથી હોતા.
અગાઉના વર્ષોમાં ગુજરાતમાં ICCR સ્કોલરશીપ હેઠળ આવેલા વિદ્યાર્થીઓ
2022-23 વિદ્યાર્થી - 447
2021-22 વિદ્યાર્થી - 300
2020-21 વિદ્યાર્થી - 380
2019-20 વિદ્યાર્થી - 200
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ, રીત-ભાતને નજીકની જાણે તે માટે વિદેશના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટેની તક આપે છે. જે માટે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને દર મહિને સ્કોલરશીપની રકમ પૂરી પાડે છે. જે સંદર્ભે વર્ષ 2022-23માં સૌથી વધારે વિદ્યાર્થીઓ આફ્રિકન વિસ્તારના દેશમાંથી આવ્યા છે. આફ્રિકન દેશોમાંથી 215 વિદ્યાર્થીઓ, બાંગ્લાદેશમાંથી 69, નેપાળમાંથી 10, અફઘાનિસ્તાનમાંથી 100, ઇન્ડોનેશિયામાંથી 8, શ્રીલંકામાંથી 6 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા છે.
વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીની ડીગ્રીની સાથે આર્થિક સહાય મળી રહે છે
ભારતના પડોશી દેશોમાંથી અહીં મુખ્યત્વે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સારી તક મળી રહે છે. વિદેશના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ લેશે તેમને ભણવાની અને રહેવાની વ્યવસ્થા માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. અંડર ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 23 હજાર 500, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25 હજાર 500, અને પીએચડીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 28 હજાર 500ની રકમ આપવામાં આવે છે. વિદેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીની ડીગ્રીની સાથે આર્થિક સહાય મળી રહે છે જેથી અહીં આવવાનું વધારે પસંદ કરે છે.
સંસ્કૃતિ કળા અને પરંપરાઓ વિશે જાણકારી મેળવે તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 1950મા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મોલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા ICCR સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી હતી. વિદેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધ રાજ્યોમાં આવી તેની સંસ્કૃતિ કળા અને પરંપરાઓ વિશે જાણકારી મેળવે અને અભ્યાસ કરે તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.