Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યા હતો. પાણીજન્ય કેસમાં સાથે મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યા છે. ચાલુ માસમાં કોલેરા કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 17 દિવસમાં અમદાવાદ શહેરમા કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 10 દિવસમાં જ શહેરમાં કોલેરાના 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
AMC ના હેલ્થ વિભાગના HOD ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસીપલ કૉર્પોરેશન દ્વારા સફાઇ કામદારો હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ કરવામાં આવી છે. જેમાં AMC દ્વારા તમામ સફાઇ કર્મચારીને સ્વાસ્થ્ય ધ્યાનમાં છેલ્લા 3 દિવસમાં 2600 વધુ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં લોહીની તપાસ, ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી રહી છે.પાણીજન્ય કેસ 500ને પાર અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. વરસાદ આરામ લીધા બાદ પાણીજન્ય પણ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 268 , કમળાના 118 , ટાઇફોઇડના 285 અને વટવા 2 કેસ , ઇન્દ્રપુરી 1 કેસ અને ચાંદલોડીયા વોર્ડમાં 1 કેસ, દાણીલીમડામાં 2 કેસ, ચાંદલોડિયા 1 કેસ સામે આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 8242 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 36 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. મચ્છરજન્ય કેસ આંક 400ને પાર અમદાવાદ શહેરના ચાલુ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 400ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 83, ઝેરી મેલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 393 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીના તપાસ માટે 52083 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 5283 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.
મચ્છરોના ઉપદ્રવ અટકાવવા એએમસી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. એએમસીના હેલ્થ કર્મચારીઓ સુતળી ઓઇલ બોલ ફેંકી મચ્છરોના લારવાને મારી રહ્યા છે. જ્યાં એએમસી સ્ટાફ પહોંચી ન શકે તેવી ઊંચાઈના સ્થળે પાણી ભરાયા હોય ત્યાં આવા ખાસ બોલ ફેંકી ઓઈલને પ્રસરાવવામાં આવે છે. જેથી જીવલેણ મચ્છરોના લારવા વિકસી ન શકે, અત્યાર સુધીમાં આવા કુલ 1500 બોલ નાંખવામાં આવ્યા છે, ઓઇલ સ્પ્રેડ થવાથી મચ્છરોના લારવાનો વિકાસ થતો અટકે છે.