Ahmedabad Fever News: ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં રોગચાળાનુ પ્રમાણ વધ્યુ છે, આજે અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સ્વાઇન ફૂલના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે, એક સપ્તાહમાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. 


અમદાવાદ શહેરમાં રોગચાળાએ ફરી એકવાર માજા મુકી છે, ઉનાળાની ગરમીની શરૂઆત થતાંત જ શહેરમાં ઠેર ઠેર દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યા છે. ફરી એકવાર માર્ચ અને એપ્રિલમાં અમદાવાદ શહેરમાં સ્વાઈનફ્લૂનો કહેર સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈનફ્લૂના 60 કેસ નોંધાયા છે, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝૉનમાં સ્વાઈનફ્લૂના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. આ સાથે જ ઝાડા-ઉલ્ટીના 775 કેસ, કોલેરાના 8 કેસ, કમળાના 112 કેસ અને ટાઈફોઈડના 259 કેસ નોંધાયા છે. શહેરમાં વધતા જતા રોગચાળાને જોતા તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે અને શહેરની હૉસ્પિટલોમાં આઈસૉલેશન વૉર્ડ તૈયાર કરવા AMCએ સૂચના આપી છે. ખાસ વાત છે કે, UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઇ છે,