Ahmedabad: રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, ઉનાળાની  શરૂઆતમાં જ અમદાવાદમાં લીંબુના ભાવમાં વધારો થયો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. ત્યારે લોકો ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. જેના કારણે લીંબુના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.


અમદાવાદમાં લીંબુ રિટેલ માર્કેટમાં 200 રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે હોલસેલમાં અત્યારે લીંબુ 150થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


કાળઝાળ બચવા માટે લોકો લીંબુનો સહારો લેતા હોય છે પરંતુ હાલ લીંબુના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. લીંબુ હાલ માર્કેટમાં 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. હોલસેલમાં અત્યારે લીંબુ 150 થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે ત્યારે રિટેલનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ઉનાળામાં રાહત મળે તેના માટે લોકો લીંબુપાણી પીતા હોય છે પરંતુ આ વર્ષે તો લીંબુનો ભાવ જ 200 રૂપિયા થઈ ગયો છે ત્યારે જે ગ્રાહકો સામાન્ય રીતે 500 લીંબુ લેતા હતા એની જગ્યાએ 250 ગ્રામ લીંબુથી કામ ચલાવી રહ્યા છે .


હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમા આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થશે.  અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી પહોંચશે. એપ્રિલ મહિનામાં વરસાદની કોઇ આગાહી  કરવામાં આવી નથી. એપ્રિલના ત્રીજા ચોથા સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.


સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટ જિલ્લામાં 2 દર્દીના મોત થયા છે. જસદણના યુવાનનું સ્વાઈન ફ્લુથી મોત થયું છે. તો કોટડા સાંગાણીમાં પણ એક  યુવતીનું સ્વાઈન ફ્લુના કારણે  મોત થયું છે. રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઈન ફ્લુના 16 દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જેતપુરમાં પાંચ, ધોરાજી,લોધિકા,પડધરીમાં એક એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. ઉપલેટા, જસદણ, રાજકોટ તાલુકામાં બે બે કેસ નોંધાયા છે.


ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે.  માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ  કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત  નિપજ્યાં  છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા છે.