અમદાવાદઃ શહેરના ભુયંગદેવ વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળતાં અફરા-તફરી મચી ગઈ હતી. રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનના માલિકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. ભુયંગદેવ વિસ્તારમાં દુકાનમાં આગ લાગી હતી. રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરવિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

Continues below advertisement


બે દિવસમાં 150 નાની મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્રણ મોટી આગ બુઝાવવામાં 3 લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો.  અમદાવાદ શહેરમાં દિવાળી અને બેસતા વર્ષે આગ લાગવાના કોલમાં પણ સરેરાશ વધારો નોંધાયો. બે દિવસમાં ફાયરવિભાગને 150 થી વધુ કોલ નાની મોટી આગ માટે મળ્યા જેમાં ઓઢવ, મોટેરા અને ઈદગાહ વિસ્તારમાં ભીષણ આગ લાગવાના ફોન ફાયરવિભાગને મળ્યા.


દિવાળીના દિવસે ફાયર વિભાગને મોટેરા સ્થિત ગોડાઉનમાં આગ લાગવાના કારણે 8 ગાડીઓ દ્વારા આગ પર કાબુ કરવામાં આવ્યો. ઓઢવની જય કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા 4 ગાડીઓ દ્વારા આગ પર કાબુ કરવામાં આવ્યો અને પ્રેમ દરવાજા સ્થિત ઇદગાહ ચોકી પાસે આગ લાગતા પ્લાસ્ટિકના ગોડાઉનમાં 8 ગાડીઓ દ્વારા કુલ 3 લાખ લીટર પાણી છાંટવામાં આવ્યું. રહેણાક વિસ્તારોમાં આગ લાગવાની 62 ઘટનાઓ બની તો ખુલ્લા પ્લોટમાં ફટાકડાના કારણે આગ લાગવાની 80 જેટલી ઘટનાઓ ફાયરવિભાગના ચોપડે નોંધાઇ.


તમિલનાડુમાં દિવાળીના દિવસે રસ્તાની વચ્ચે એક સ્કૂટરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પિતા અને તેના 7 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ફટાકડા ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ જે બેગમાં ફટાકડા લઈને જતા હતા તે બેગમાં અચાનક વિસ્ફોટ થયો અને બંનેના મોત થયા.


 


ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, મૃતકની ઓળખ અરિયાનકુપ્પમના કાલેનસન (37) તરીકે થઈ છે. તેઓ તેમના 7 વર્ષના પુત્ર પ્રદીશ સાથે ફટાકડા લઈને પુડુચેરી જઈ રહ્યા હતા. આ ઘટના પુડુચેરી-વેલ્લુપુરમ બોર્ડર પર આવેલા કોટ્ટકુપ્પમ શહેરની છે. અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થયો હતો.


 


વિસ્ફોટ પછી 10-15 મીટર દૂર પડ્યા


 


પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં કેલેન્સન સ્કૂટર ચલાવતો જોવા મળે છે જ્યારે તેનો પુત્ર બેગ પકડી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે કોટ્ટાકુપ્પમ પાસે ફટાકડા ફૂટ્યા અને બંને સ્કૂટરથી 10-15 મીટર દૂર પડ્યા. વિસ્ફોટમાં ત્રણ અન્ય મોટરચાલક - ગણેશ (45), સૈયદ અહેમદ (60), અને વિજી આનંદ (36) પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામને પુડુચેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું.












 



 

 

 





 

 

 


 

 



 

 



 







 










 

 


 




 










 





 


ફટાકડા ફોડવા બદલ ચેન્નાઈમાં 700 લોકો સામે FIR


 


દરમિયાન, ચેન્નઈ પોલીસે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ 700 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસનું કહેવું છે કે આ લોકોએ દિવાળી પર ફટાકડા ફોડવા માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત સમયનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે ફટાકડા ફોડવા માટે સવારે 6 થી 7 અને સાંજે 7 થી 8 નો સમય નક્કી કર્યો હતો. અગાઉ, શહેરમાં ફટાકડાની દુકાનો ચલાવવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 239 જેટલા દુકાનદારો સામે પણ કેસ કરવામાં આવ્યો હતો.

Published at: 06 Nov 2021 03:16 PM (IST)
Continues below advertisement