અમદાવાદ: શહેરના આનંદનગરમાં હરણી સર્કલ પાસે આવેલા દેવઓરમ કોમપ્લેક્સના 9મા અને 10મા માળે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  આ ઘટનામાં 100થીવધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આગ લાગેલા ફ્લોર પરથી લોકોને બહાર કાઢવા હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  કોમ્પલેક્સના 9મા અને 10મા માળે અનેક લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. આગને પગલે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાતા લોકો પરેશાન થયા હતા. જેને પગલે આખું કોમ્પ્લેક્સ ખાલી કરાવાયું હતું.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ફાયર સિસ્ટમ માત્ર નામની જ નીકળી. કામ નહોતી કરતી. આ મામલે ફરિયાદ કરવામાં આવશે. બિલ્ડીંગમાં 100 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી લગભગ તમામને બહાર કાઢી લેવાામં આવ્યા છે. જેમાંથી ત્રણ લોકો ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા, તમામને રેસ્ક્યૂ કરી બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ પહેલા માળથી છેલ્લા માળ સુધીના વાયરમાં લાગી હતી, જેના કારણે ધુમાડો વધારે ફેલાઈ ગયો હતો.