અમદાવાદઃ નવરાત્રીમાં સોસાયટી ગરબા મામલે અમદાવાદ મહાનગરપાલિકા આજે નિર્ણય કરી શકે છે. સોસાયટી દીઠ પ્રતિનિધિને વેકસીન સર્ટીફિકેટની જવાબદારી માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો કોઈ પણ સમયે સરપ્રાઈઝ ચેકીંગ કરશે. સોસાયટીમાં મુલાકાતીઓ માટે ગરબા પર પર્વેશબંધી અથવા મર્યાદિત મુલાકાતીઓની પરવાનગી અપાશે.
સરકારની ગાઈડલાઈન જાહેર થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકા નિર્ણય લેશે. સોસાયટીમાં કેટલા સભ્યો હાજર રહેશે અને વેકસીન લીધી હશે તે તમામ બાબત AMCમાં રજૂ કરવાની રહેશે. આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,95,854 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 130 નાગરિકો સ્ટેબલ છે. 8,15,536 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, અને નવસારીમાં કોરોના વાયરસનો 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3562 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 38512 નાગરિકોને રસીનો પ્રથમ અને 47231 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 95898 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 110644 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,95,854 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,73,55,728 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.