અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં યુવતીનું અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. પત્ની પ્રેમી સાથે રહેવા લાગતા પતિએ સાળી અને પત્નીના પ્રેમીનું અપહરણ કર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પતિએ અન્ય બે યુવકો સાથે મળીને યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
મૂળ રાજસ્થાનની સંગીતા કટારાના ડુંગરપુરના રામચંદ્ર અહારી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને નારણપુરામાં ભાડે રહી મજૂરી કામ કરતા હતાં. રામચંદ્ર સંગીતા પર શંકા કરી માર મારતો હતો, જેથી કંટાળી પિયરમાં જતી રહી હતી. લગ્ન પહેલા યુવતીને કાંતિ ક્લાસવા સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી ગાંધીનગર રહેતો હોવાની માહિતી મળતા તે રાજસ્થાનથી પ્રેમી સાથે રહેવા આવી ગઈ હતી.
થોડા દિવસ દિવસ પહેલા વસ્ત્રાપુર દ્વારકેશ ટાવરમાં ઓરડીમાં બંને રહેવા આવી ગયા હતા. ગઈ કાલે સંગીતા, તેની નાની બહેન લીલા અને કાંતિ ઘરે હતા ત્યારે રામચંદ્ર, વિકાસ અહારી અને લીલાનો પતિ રાકેશ અન્ય ત્રણ શખ્સ સાથે આવી અને કાંતિને માર માર્યો હતો. આ પછી તેને રીક્ષામાં બેસાડી દીધો હતો. તેમજ સાળી લીલાને પણ રીક્ષામાં બેસાડી અપહરણ કરી લીધું હતું. જોકે, બૂમાબૂમ થતાં લોકોએ રામચંદ્રને પકડી લીધો હતો. જ્યારે અન્ય લોકો રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતા યુવતી અને તેના પ્રેમીનો છુટકારો થયો હતો. આ ગુનામાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી ફરાર છે.
અમદાવાદઃ યુવતીને લગ્ન છતાં પ્રેમી સાથે હતા સંબંધ, પતિને છોડીને પ્રેમી પાસે જતી રહી, પતિએ યુવતીની બહેન સાથે શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Oct 2020 10:26 AM (IST)
ગઈ કાલે સંગીતા, તેની નાની બહેન લીલા અને કાંતિ ઘરે હતા ત્યારે રામચંદ્ર, વિકાસ અહારી અને લીલાનો પતિ રાકેશ અન્ય ત્રણ શખ્સ સાથે આવી અને કાંતિને માર માર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -