Ahmedabad: ફરી એકવાર વિદ્યાર્થીઓનું ભણતર વધુ મોંઘુ થઇ રહ્યું છે, આનું ઉદાહરણ હવે સૌથી સસ્તી ગણાતી ગુજરાત વિદ્યાપીઠમાંથી સામે આવ્યુ છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને આક્રોશમાં છે, અને કુલનાયક અને કુલ સચિવને ઇમેઇલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલુ જ નહીં આ મુદ્દે વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર એક અભિયાન પણ છેડી દીધુ છે.


માહિતી પ્રમાણે, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફી વધારાને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફી વધારાના મુદ્દાને લઇને વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અને કુલસચિવને સીધા ઇમેઇલ કર્યા છે. આ ઇમેઇલમાં ફી વધારો પાછો ખેંચવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ફી વધારા બાદ હવે ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં અભ્યાસ નહીં કરી શકે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે કરી હતી પરંતુ નવા મેનેજમેન્ટને માત્ર ફીમાં જ રસ હોય એવુ દેખાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠનો ફી વધારાનો મુદ્દો હવે સોશ્યલ મીડિયામાં એક અભિયાન થકી છેડ્યો છે. 


 


હવે ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ


ગાંધીનગર:  સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપશે. રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તાલીમ કાર્યક્રમ યોજાશે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે.  આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે. આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે.  તેમજ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.