અમદાવાદઃ શહેરમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા ભુવા પડવાનું શરૂ થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં નાના મોટા 19 જેટલા ભુવા પડ્યા છે.
શહેરના શિવરંજની ચાર રસ્તા અને કર્ણાવતી ક્લબની સામે ભુવા પડ્યા હતા. વ્યસ્ત રહેતા આ વિસ્તારોમાં ભુવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિવરંજની વિસ્તાર બીઆરટીએસ તેમજ વાહન ચાલકોથી સતત ધમધમતો હોય છે અને ચાર રસ્તાની વચોવચ ભુવો પડતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાવતી ક્લબની સામે ભૂવો પડતાં બેરિકેડ મુકવામાં આવ્યા હતા. ભારે અવર-જવર વાળા વિસ્તારમાં ભુવો પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
CPR Training: હવે ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
ગાંધીનગર: સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપશે. રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તાલીમ કાર્યક્રમ યોજાશે.
આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે.
આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
અમદાવાદના ત્રણ પોલીસ જવાનો બન્યા દેવદૂત
સામાન્ય રીતે શહેરના રસ્તાઓ પર જ્યારે ટ્રાફિક પોલીસને જોઈ લોકો ડરના માર્યા પોતાના વાહનો પાછા વાળી લેતા હોય છે ! પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એવું કામ કર્યું છે કે લોકો હવે પોલીસની સામે ચાલી મદદ માંગવા જઈ શકે છે ! શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એક વ્યક્તિને CPR આપી તેનો જીવ બચાવી દેવદૂત બન્યા