અમદાવાદ: કોરોનાની સાથે સાથે રાજ્યમાં H3N2ના કેસ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દીની સારવાર ચાલી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરુ કરશે. Amc હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.
રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી થયુ
વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી નોંધાયુ. રાજ્યમાં વકરેલા H3N2 વાયરસ અંગે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. હજુ સુધી એકપણ મૃત્યુ H3N2 વાયરસથી નથી થયુ. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે