અમદાવાદઃ મેમનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત, કાર પર લખેલું હતું MLA
abpasmita.in | 02 Dec 2019 11:01 PM (IST)
શહેરના મેમનગરમાં આજે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાલ ચાલકે 40 વર્ષીય સ્કૂટર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્મતા કર્યા બાદ પણ કાર રોકાઈ નહોતી અને સડસડાટ ત્યાંથી નીકળી ગયો હતો.
અમદાવાદઃ શહેરના મેમનગરમાં આજે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાલ ચાલકે 40 વર્ષીય સ્કૂટર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્મતા કર્યા બાદ પણ કાર રોકાઈ નહોતી અને સડસડાટ ત્યાંથી નીકળી ગયો હતો. સારવાર દરમિયાન સ્કૂટર ચાલકનું મોત થયું હતું. કારનો નંબર GJ 01 RX 9972 હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાર પર એમએલએ લખેલું હતું. તપાસ દરમિયાન કાર કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.