અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે તેમણે સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યુ હતું. અમિત શાહે કહ્યું, આજનો દિવસ ખુશીનો દિવસ છે. મને ઔડા તથા વેસ્ટર્ન રેલવેના 267 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણનો અવસર મળ્યો છે. મેં ત્રણ પ્રકારના નેતા જોયા છે. પહેલા જેઓ માત્ર ઉદ્ઘાટનમાં જ ભાગ લે છે, બીજા તેમના સમયમાં વિકાસના કાર્યો પૂરા થાય તેવા અને ત્રીજા નરેન્દ્ર  મોદી. જે ખાતરી કરે તેમના ગયા બાદ પણ વિકાસના કામો ચાલુ રહે.






 


અમિત શાહના ભાષણના મુખ્ય મુદ્દા



  • ગાંધીનગર લોકસભામાં ઔડા દ્વારા 267 કરોડના કામ થવા જઈ રહ્યા છે.

  • ઔડા,AMC અને પશ્ચિમ રેલવે આ ત્રણ સંસ્થાઓ મારા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યોના લોકાર્પણ મૂક્યું

  • ઔડા દ્વારા ઘુમા ટીપીમાં 98 કરોડના ખર્ચે 35000 થી વધુ નાગરિકોના ઘરમાં શુદ્ધ પાણી પહોંચશે

  • આવનારા 30 વર્ષ સુધી વસ્તી વધે તેમને પાણીની સમસ્યા ન પડે તેમ આયોજન

  • FSI અને TP પૂરતી મળે તે માટે આયોજન છે

  • 15 ઓવરહેડ ટાંકી અને 100 કિમિ પાણીની લાઇન નાખવામાં આવ્યું

  • બોપલ અને આંબલી ગ્રામ પંચાયત હતી ત્યારે હું ધારાસભ્ય બન્યો

  • એકદમ ધૂળિયા રસ્તા હતા પણ આજે આનંદ છે કે અમદાવાદ ક્યાં સમાપ્ત થયું અને આંબલી ક્યાં શરૂ થયું

  • દેશભરમાં પહેલા નેતાઓની કામગીરીનો અભ્યાસ કર્યો

  • એક જે થતું હોય એ થવા દે અને ઉદ્દઘાટનમાં આવે

  • બીજા એવા હોય જે પોતાના સમયમાં અથાગ પ્રયાસ કરે

  • નરેન્દ્ર મોદી એવા છે કે તેમના ગયા પછી પણ કામનો લાભ નાગરિકોને મળી શકે

  • આંબલી અને ઘુમામાં લોકો નવા રહેવા આવ્યા છે.

  • કોઈ મોટું આંદોલન નહિ છતાં 100 કરોડની યોજના વગર માંગે મળી ગઈ

  • બોપલની અંદર મધ્યમવર્ગના યુવાનો જેમનામાં ટેલેન્ટ છે

  • યુવાનો વાંચે ક્યાં?લાઈટ ન હોય અન્ય સુવિધાઓ ન હોય

  • 2 માળની લાયબ્રેરી બોપલમાં શરૂ કરાઇ જેની કિંમત 7 કરોડની છે

  • સિવિક સેન્ટરમાં 16 પ્રકારની સુવિધાઓ રહેશે

  • મારી ઉપર અને મારી પાર્ટી ઉપર વિશ્વાસ મુક્યો

  • 2024 પહેલા દેશના તમામ વિસ્તારમાં આપણો વિસ્તાર વિકાશશીલ રહે તેવો અમારો પ્રયાસ છે

  • ગુજરાતમાં વિજયભાઈ નીતિનભાઈએ અનેક સુવિધાઓ શરૂ કરી

  • સુચારુરૂપે કામગીરી ચાલે તે જોવાની જવાબદારી મારી છે.

  • સૌથી વિકસિત લોકસભા બનાવવાનો મારો પ્રયાસ છે

  • કોરોના સામે આપણે લડી રહ્યા છે.

  • પહેલી અને બીજી લહેર બાદ ગુજરાતમાં પ્રતિ લાખ વેકસીન સૌથી વધુ છે

  • અમદાવાદ જિલ્લા પ્રશાસનને વિશેષ અભિનંદન

  • 45 થી વધુના 66 ટકા લોકોનું કામ અને 18-44 વર્ષના યુવાનોમાં 32 ટકા લોકોને વેકસીન અપાઈ

  • 86 ટકા કામ પૂર્ણ થયું પણ બાકીના 14 ટકા લોકોને બાકી ન રાખી શકાય

  • કોરોના સામેની લડાઈ તો જ જીતી શકીશું કે 100 ટકા વસ્તી વેકસીન લે

  • હમણાં પીએમ મોદીએ 23000 કરોડનું માળખું જાહેર કર્યું

  • દેશમાં બેડ અને કોલ સેન્ટર સાથે જરૂરિયાતની સેવાઓ આપવાનું કામ ચાલુ છે

  • ક્યાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવા ને ક્યાં કમાવવા માટે લોકોને વલખા મારવા.

  • આ માટે પીએમએ જરૂરિયાત વાળા લોકોને મફત અનાજ આપવાનું નક્કી કર્યું

  • જેમને ધ્યાનમાં ન હોય તેમને પક્ષના કાર્યકર ધ્યાનમાં લાવે

  • લાલ કાર્ડ ધરાવતા લોકોને અનાજ અંગે માહિતી પૂરી પાડે

  • ગાંધીનગર લોકસભા માટે ટોલ ફ્રી નંબર જાહેર ર્ક્યો છે.

  • વેકસીન અંગે પણ જાગૃતિ આપવા આ કોલસેન્ટર ઉપયોગમાં આવશે

  • ઓક્સિજનની કમી બીજી લહેરમાં દેખાઈ

  • હજારોની સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે

  • ગુજરાતમાં પણ એ કામગીરી સુચારુરૂપે કરી રહ્ય છે

  • 4 લાખથી વધુ ઓક્સિજન યુક્ત પથારીઓ શરૂ થઈ શકે તેવું કેન્દ્ર સરકારનું આયોજન છે.