Ahmedabad News:  અમદાવાદમાં અષાઢી બીજના રોજ  યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇને આજથી તૈયારી શરૂ થઇ ગઇ છે. આજે યજમાન માટે ડ્રો યોજાયો હતો. સરસપુર મંદિરમાં રથયાત્રા માટે ડ્રો  થયો હતો. આ ડ્રોમા વિનોદ પ્રજાપતિનું નામ આવ્યું છે. જેથી આ વખતે વિનોદ પ્રજાપતિ રથયાત્રામાં મામરૂ કરશે. ભગવાનના મામેરાને લઈ સરસપુરમાં આજથી  તૈયારીઓ  શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં યોજનાર 147મી જગન્નાથજીની રથયાત્રાને લઇને મોસાળવાસીઓએ  તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરસપુર મંદિરમાં રથયાત્રામાં થતાં મામેરા માટે  યજમાનનો  ડ્રો થયો હતો. કુલ 10 યજમાનોના નામ વચ્ચે  ડ્રો થયો હતો. જેમો વિનોદ પ્રજાપતિનનું નામ ખુલતા તેમને મામરા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.


ઉલ્લખનિય છે કે, પ્રજાપતિ પરિવારનું નામ આવતા પરિવારમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે, મામેરુ કરવા યજમાનો  વર્ષોથી પ્રતિક્ષા કરતા હોય છે.યજમાન બનવા માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવતું હોય છે.


અમદાવાદના મંદિરનો ઇતિહાસ


400 વર્ષ પ્રાચીન આ મંદિરનો ઇતિહાસ છે. અમદાવાદના સાબરમતી નદીના કાંઠા જયારે ગાઢ જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ અહી સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના પરમ  ભક્ત હતા  કહેવાય છે કે, તેમને ભગવાને અહીં મંદિર બનાવવાનો સંકેત આપ્યો હતો. આ સપનાને સારંગદાસજીએ ભગવાન જગન્નાથીજી  મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સ્થાપિત કરીને સાકાર કર્યું.અહીં  ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. આ મંદિર પાસે સુંદર  ગૌશાળા પણ તૈયાર કરવામાં આવી છે. ત્યાર બાદ  પુરીની જેમ અમદાવાદમાં  પણ રથયાત્રાની પરંપરા શરૂ થઇ.  1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં પણ અષાઢી બીજે રથયાત્રાની પરંપરા શરૂ થઇ જે આજદિન સુધી અવિરત ચાલે છે. અત્યાર સુધી 146 રથયાત્રા યોજાઇ ચૂકી છે. અષાઢી બીજે યોજનાર રથયાત્રાને લઇને આજથી તેની તૈયારીની શરૂઆત થઇ ગઇ છે.